Banaskantha: ખેતરમાં નાખેલી વીજ લાઇનનું વળતર ઓછુ મળતા વિરોધ, 15 ટકા વળતર આપવા ખેડૂતોની માગ
ખેડૂતો દ્વારા અનેક વખત માગણી કરવામાં આવી છે પરંતુ માંગણી સંતોષાતી નથી. જેથી પાંચ તાલુકાના ખેડૂતો એકઠા થઈ નાયબ કલેક્ટરની ઓફિસે પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠાના ડીસા (Deesa)ની નાયબ કલેક્ટર કચેરી (Deputy Collector’s Office)એ પહોંચીને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers)એ વિરોધ પ્રદર્શન કર્યુ. ખાનગી કંપનીઓ દ્વારા ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇનો નાખવાના પગલે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો.
ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ
શુક્રવારે કાંકરેજ, દિયોદર તેમજ ભાભરના ખેડૂતો ડીસાના નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં રોષે ભરાયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ખાનગી કંપની દ્વારા જે હેવી વીજ લાઈન નાખવામાં આવી છે, તેનું તેમને યોગ્ય વળતર મળતુ નથી.
15 ટકા વળતર મળે તેવી માગ
ખેડૂતોનું કહેવું છે કે, સરકારની માર્ગદર્શિકા મુજબ તેમના ખેતરમાં જે વીજ લાઇન નાખવામાં આવે છે તેની સામે 15 ટકા વળતર આપવાની જોગવાઈ છે. તેમ છતા કંપની દ્વારા પૂરતુ વળતર આપવામાં આવ્યું નથી. અનેક વખત માગણી કરવામાં આવી છે પરંતુ માંગણી સંતોષાતી નથી. જેથી પાંચ તાલુકાના ખેડૂતો એકઠા થઈ નાયબ કલેક્ટરની ઓફિસે પ્રદર્શન કર્યું હતું.
કામ અટકાવવાની ખેડૂતોની ચીમકી
આ તરફ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માગ પૂરી નહીં કરવામાં આવે તો તેમના કામ અટકાવવામાં આવશે. તેમજ આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો-
આણંદ : અમૂલના 14 ડિરેક્ટરરો પર લાગેલા આક્ષેપોના ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કેવા ખુલાસા કરાયા
આ પણ વાંચો-
GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી ભરી શકાશે ફોર્મ
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
