Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં આગ લાગી, ડ્રાયવર-કંડકટરની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ

Rajkot: ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં આગ લાગી, ડ્રાયવર-કંડકટરની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:34 AM

આગ લાગવાનું કારણ શું છે તે હજુ જાણી શકાયુ નથી. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ  થયો છે.

રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક સીટી બસમાં લાગી આગ. આગ લાગવાનું કારણ શું છે તે હજુ જાણી શકાયુ નથી. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ  થયો છે.

રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક સવારે 9. 30 કલાકની આસપાસ સિટી બસમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. ડ્રાયવર અને કંડકટરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી શકી છે. બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. મુસાફરોને સલામત રીતે નીચે ઉતારીને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના બે જવાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

સિટી બસના ડ્રાયવરે મીડિયાને જણાવ્યા અનુસાર તેમણે બસમાં જેવો સેલ્ફ માર્યો તો એન્જિનના ભાગમાંથી બસ સળગવા માંડી હતી. આસપાસમાં પડેલા બે બાઇક પણ સળગીને ખાક થઈ ગયા. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બૂજાવવામાં આવી. ડ્રાઇવરે કહ્યું તાત્કાલિક અમે નીચે ઉતરી ગયા અને બે મુસાફરો પણ નીચે ઉતારી દેવામાં આવ્યા. બસ પાસે આવેલો વીજ પોલ અને પીપળાનું ઝાડ પણ બળીને ખાખ થઇ ગયું.. આસપાસના વેપારીઓએ કહ્યું આગ ખૂબ જ ભયાનક હતી. ગણતરીની સેકન્ડોમાં આખી બસમાં આગ લાગી ગઈ.

આ પણ વાંચો-

અમદાવાદમાં 500 જેટલી હોસ્પિટલને લાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

આ પણ વાંચો-

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે,લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા

Published on: Jan 22, 2022 10:09 AM
g clip-path="url(#clip0_868_265)">