AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video

વડનગરના સર્વાગી વિકાસ માટે મોદી સરકાર હાલ યોજનાઓ ઘડી રહી છે. ત્યારે આગામી સમયમાં વડનગરની કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર પીએમ મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. ચાર તબક્કામાં વિકાસ કરવાનું આયોજન છે.

PM મોદીના ગામ વડનગરને લઈને કેન્દ્ર સરકારની મોટી યોજના, મોટા પાયે કરાશે વિકાસ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 5:07 PM
Share

Vadnagar: સમગ્ર વિશ્વમાં ભારતને ખ્યાતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ તેમની જન્મભૂમિ વડનગરનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે હવે વડનગરની કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર પીએમ મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. તેના પરિણામો આવનારા દિવસોમાં માત્ર વડનગરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ અપાવશે.

આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ એવા વડનગરનો (Vadnagar)ચાર તબક્કામાં વિકાસ કરવામાં આવશે. જેમાં એક મોટું મ્યુઝિયમ તૈયાર કરવામાં માટેની યોજના ઘડાઈ છે. જે વિશ્વસ્તરના પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.

ખાસ વાત એ છે કે વડનગરમાં એક શાળા છે, જે 19મી સદીની છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો. તેને પ્રેરણા સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહી છે. મહત્વનુ છે કે તેનું નામ પ્રેરણા રાખવામાં આવ્યું છે. જોકે દેશભરમાંથી 1500 બાળકોને અહીં લાવવામાં આવશે, જેમને પ્રેરણાદાયી વાતો કહેવામાં આવશે. જ્યાં બાળકોને પ્રેરણાનાં સંદેશાઓ પ્રાપ્ત થશે.

વડનગરની આ શાળામાં 8 વર્ગખંડો છે. જ્યાં ડિજિટલ અને શારીરિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. વડનગરનો બૌદ્ધ અને જૈન ધર્મ સાથે ઊંડો સંબંધ છે. મહત્વનુ છે કે વડનગર ચીન સાથે પણ સંકળાયેલું છે. ત્યારે વડનગરમાં અત્યાર સુધીના ખોદકામમાં અઢી હજાર વર્ષ જૂની સંસ્કૃતિ મળી આવી છે. આ સાથે વડનગરનું વર્ણન મહાભારત, પુરાણ અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. મહત્વનુ છે કે આટલું વિગતવાર સંશોધન ભારતમાં હજી થયું નથી.

આ પણ વાંચો : ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા નેતાઓ ફરી ભાજપમાં સામેલ, જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણે કર્યા કેસરિયા

અગાઉ પણ આ જ પ્રકારે વડનગરનો વિકાસ કરવામાં આવ્યો છે. જે અવિરત પણે ચાલુ છે. વડનગર આમ તો ઐતિહાસિક શહેર છે પણ આ શહેરને વૈશ્વિક ઓળખ અપાવવાનું અને વિકાસના પંથે લઇ જવાનું શ્રેય વડનગરવાસીઓ પણ નરેન્દ્ર મોદીને જ આપે છે. લાંબા ઇતિહાસને પોતાના ગર્ભમાં ધરબીને બેસેલું આ પ્રાચીન નગર છે. તેનો ભૂતકાળ ભવ્ય અને જૂનો છે એટલો જ એનો વર્તમાન ઉડીને આંખે વળગે એવો છે. આ નગરે અનેક બદલાવો જોયા છે. આજે આ નગર પર આખી દુનિયાની નજર છે.

જ્યારથી મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ નગર ચર્ચામાં છે. એમાં પણ વડાપ્રધાન થયા બાદ તો આ શહેરની ઓળખ દેશની સરહદો પણ વટાવી ગઇ. આજે પણ જ્યારે મોદી વિકાસની વાતો કરે ત્યારે વિરોધીઓ પહેલો સવાલ કરે છે કે મોદીએ તેમના વતન વડનગરમાં શું વિકાસ કર્યો છે? આવા જ સવાલના સાચો જવાબ મેળવવાનો આ એક પ્રયાસ છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">