મહેસાણા : માનસિક દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન, યોગશિબિરના બીજા દિવસે અનેક નાગરિકો જોડાયા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પતંજલિ યોગ સમિતિ મહેસાણા દ્વારા નિશુલ્ક યોગ શિબિરનું (Yog Shibir) આયોજન કરાયું છે.
મહેસાણા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat)તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સહયોગથી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ- મહેસાણા (Mehsana) દ્વારા માનસિક દિવ્યાંગજન માટે જિલ્લા રમતોત્સવ સ્પેશ્યલ ખેલ મહાકુંભનું (Special Khel Mahakumbh)આયોજન કરાયું છે.
ડૉ. બાબા સાહેબ આંબેડકર સ્ટેડીયમ ઓ.એન.જી.સી પાલાવાસણા મહેસાણા ખાતે આયોજીત સ્પર્ધા અંતર્ગત ખોડિયાર એજ્યુકેશન વિષ્ણુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે 08 થી 15, 16-21 અને 22-45 વયજુથના વિધાર્થીઓએ ભાગ લીધો છે. 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 800 મીટર દોડ, લાંબીકૂદ,ગોળા ફેંક, 25 મીટર અને 50 મીટર દોડ, 50 મીટર અને 100 મીટર વોક, સોફ્ટ બોલ થ્રો,સાયકલિંગ 500 મીટર, સાયકલીંગ 01 કિલોમીટર,બોચી,બાસ્કેટ બોલ,વોલીબોલ અને બેડ મિન્ટનનો સમાવેશ થાય છે. આ રમોત્સવમાં 1387 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિદ્યાર્થીઓમાં 925 વિધાર્થીઓ અને 462 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
આ રમોત્સવમાં 08 થી 15ના વય જુથમાં 656 વિદ્યાર્થીઓ અને 372 વિદ્યાર્થિનીઓ,16 થી 21 વય જુથમાં 170 વિદ્યાર્થીઓ અને 47 વિદ્યાર્થિનીઓ, 22 થી 45 વય જુથમાં 99 યુવાનો અને 43 યુવતીઓએ ભાગ લીધો છે.
બીજા દિવસે યોગ શિબિરમાં અનેક નાગરિકો ઉત્સાહથી જોડાયા
મહેસાણા વિમલ પાર્ટી પ્લોટ મોઢેરા ચાર રસ્તા ખાતે 29 એપ્રિલથી 01 મે ના રોજ સવારે 05-30 કલાકથી સવારે 07-00 કલાક સુધી યોગ શિબિર યોજાઇ રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પતંજલિ યોગ સમિતિ મહેસાણા દ્વારા નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું છે.આ શિબિરમાં યોગ સેવક શીશપાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ બોર્ડના સભ્યો ભાનુ ચૌહાણ, પ્રકાશ ટીપરે,ડૉ. ચંદ્રસિંહ ઝાલા, હેમાબેન પરીખ ઉપસ્થિત રહેનાર છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગની પ્રવૃતિઓને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જનજન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અત્રે વિનંતી કરવામં આવી છે કે યોગ શિબીર માં રજિસ્ટ્રેશન ન કરેલ હોય તો પણ શિબિરમાં લોકોને લાવવા જણાવાયું છે.
લોકોને આ સારા કાર્યમાં લોકોને જોડી પુણ્યમાં સહભાગી બનીએ અને લોકોને પણ બનાવવા જણાવાયું છે. ગુજરાત રાજય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત નિ:શુલ્ક યોગ શિબિરમાં પધારવા સર્વે જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે, મહેસાણાની સર્વે જનતાને નમ્ર વિનંતી કે આવતી કાલથી શરુ થતી વિમલ પાર્ટી પ્લોટ, મોઢેરા ચાર રસ્તા,મહેસાણા નિ:શુલ્ક યોગ શિબિરમાં પધારવા નમ્ર અરજ કરાઇ છે. જેમાં લોકોને આ સારા કાર્યમાં જોડી પુણ્યના કાર્યમાં સહભાગી બનીએ અને લોકોને પણ બનાવવા જણાવ્યું છે.
આ પણ વાંચો :Vadodara : સયાજી હોસ્પિટલે વિકસાવેલા તબીબી ઉપકરણને ભારત સરકારે પેટન્ટ આપી
આ પણ વાંચો :Weather Update: એપ્રિલમાં ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે જણાવ્યું કે ક્યારે થશે વરસાદ