AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ, લોકોમા સેફટી પ્રત્યેની જાગૃતિ ઉભી કરવા પ્રયાસ

ખિલખિલાટ સ્ટાફ દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન જરુરી મેડિકલ તપાસ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી અને તે વ્યક્તિગત સલામતી માટે કેટલું જરુરી છે તે સમજાવવામાં આવ્યુ હતુ. વધુમા લોકોન વ્યક્તિગત સલામતી માટે ખુબજ મહત્વપૂર્ણ એવી 108 સીટીઝન એપ્લિકેશન વિષ માહિતી આપવાના આવી હતી

Mehsana : રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ, લોકોમા સેફટી પ્રત્યેની જાગૃતિ ઉભી કરવા પ્રયાસ
National Safety Day Awarness Camp In Mehsana
Manish Mistri
| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:51 PM
Share

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ(National Safety Day)  નિમીતે મહેસાણામાં(Mehsana)  ઉત્તર ગુજરાત 108 અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા લોકોમા સેફટી પ્રત્યેની જાગૃતિ(Awarness)  માટે જુદા જુદા સ્થળોએ ડેમોનુ આયોજન કરવામા આવ્યું હતુ અને લોકોને અલગ અલગ પરિસ્થિતિમા શું સેફટી રાખવી જોઈએ તેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ .દર વર્ષે સલામતી માટે તથા અકસ્માતોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગે જાગૃતિ લાવવા માટે 4 માર્ચે રાષ્ટ્રીય સલામતી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકે છે. તેનો હેતુ કર્મચારીઓ અને પોતાને અને અન્ય લોકો માટે કોઈ જોખમ ન થાય તે માટે સલામત રીતે કામ કરવાની સામાન્ય લોકોની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનો પણ છે.

108 સ્ટાફ દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી

વધુમા ખિલખિલાટ સ્ટાફ દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન જરુરી મેડિકલ તપાસ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી અને તે વ્યક્તિગત સલામતી માટે કેટલું જરુરી છે તે સમજાવવામાં આવ્યુ હતુ. વધુમા લોકોન વ્યક્તિગત સલામતી માટે ખુબજ મહત્વપૂર્ણ એવી 108 સીટીઝન એપ્લિકેશન વિષ માહિતી આપવાના આવી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ પણ કરાવવામાં આવી હતી તથા લોકો ની સેફ્ટી માટે 24 × 7 હાજર રહેવાની 108 સ્ટાફ દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

નેશનલ સેફ્ટી ડે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, લોકોમાં સલામતી અંગે જાગરૂકતા વધારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઊજવવામાં આવે છે. 4 માર્ચના રોજ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા અઠવાડિયું દર વર્ષે 4 માર્ચથી 10 માર્ચ સુધી ઊજવાય છે. રોડ સેફ્ટી, કાર્યસ્થળ પર સુરક્ષા, વ્યક્તિના સ્વાસ્થ્યની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા વગેરે જેવા મુદ્દાનો તેમાં સમાવેશ થાય છે. ભારતમાં નેશનલ સેફ્ટી ડે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે.  આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2022 ની થીમ  ‘Nurture Young Minds Develop Safety Culture’  હતી. ગત  વર્ષે  નેશનલ સેફ્ટી ડે ની થીમ સડક સુરક્ષાની હતી.આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુર્ઘટનાઓ રોકવા માટે કરવામાં આવતા સુરક્ષા ઉપાયો અંગે  જાગૃતિ  વધારવાનો છે.

આ પણ વાંચો : Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર

આ પણ વાંચો : Botad : યુક્રેનમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારજનોને સંભળાવી આપવીતી

g clip-path="url(#clip0_868_265)">