Botad : યુક્રેનમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારજનોને સંભળાવી આપવીતી

Botad : યુક્રેનમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારજનોને સંભળાવી આપવીતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 6:56 PM

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થી જયવદન મનોજકુમાર વાઘે જણાવ્યું હતું કે 3 દિવસ બોર્ડર પર ખાવા પીવાની સુવિધા વગર માઈનસ 4 ડિગ્રી તાપમાનમાં વિતાવ્યા હતા.

રશિયા યુક્રેન યુદ્ધમાં ( Russia Ukraine War) ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા(Operation Ganga)  હાથ ધર્યું છે. જે અંતર્ગત બોટાદના(Botad)  રાણપુર શહેરના 2 વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. જેમનું પરિવારજનો અને ભાજપ કાર્યકરો ફૂલહારથી સ્વાગત કરીને સન્માન કર્યુ હતું. તેમજ આ સમયે પરિવાર સાથે મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેમજ આ વિધાર્થીઓએ ત્યાંની પરિસ્થિતિ ગંભીર હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું. જેમાં યુક્રેન બોર્ડર પર આર્મી દ્વારા ગુજરાતી વિદ્યાર્થીને માર માર્યા બાબતના વાયરલ વીડિયોની યુવકે પુષ્ટિ કરી હતી. તેમજ આર્મી દ્વારા સ્થિતિને કંટ્રોલ કરવા માર માર્યો હોવાની આપવીતી જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલેન્ડ બોર્ડર સુધી 210 કિલોમીટર ટેક્સીમાં પહોંચ્યા બાદ 4 દિવસ 3 રાત્રિ બોર્ડર પર ખાવા પીવાની સુવિધા વગર માઈનસ 4 ડિગ્રી તાપમાનમાં નિઃસહાય વિતાવ્યા છે.

ખાવા પીવાની સુવિધા વગર માઈનસ 4 ડિગ્રી તાપમાનમાં વિતાવ્યા હતા

રોમાનિયા ( બુચારેસ્ટ)થી દિલ્લી સરકારી ફલાઈટ અને ત્યારબાદ દિલ્લીથી સરકારી બસમાં ગાંધીનગર અને ત્યાંથી વતન રાણપુર ખાતે પહોંચ્યા છીએ. જ્યારે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થી જયવદન મનોજકુમાર વાઘે જણાવ્યું હતું કે 3 દિવસ બોર્ડર પર ખાવા પીવાની સુવિધા વગર માઈનસ 4 ડિગ્રી તાપમાનમાં વિતાવ્યા હતા.

પરિવારે રાહતનો શ્વાસ લીધો

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત વતન લાવવા માટે ઓપરેશન ગંગાને વધુ તેજ બનાવાયું છે. વાયુસેનાના ત્રણ વિમાન કુલ 630 ભારતીયોને લઈને પરત ફર્યું હતું. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. બીજી તરફ ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે જે ઘરે પરત ફરતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

આ  પણ વાંચો : Amreli : યુક્રેન અભ્યાસ માટે ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

આ  પણ વાંચો : મહેસાણા : મંગળવારે થનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

 

Published on: Mar 04, 2022 06:51 PM
g clip-path="url(#clip0_868_265)">