Mehsana: વિસનગરના બાસણા ગામ નજીક યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, શકમંદ રિક્ષાચાલક જ નીકળ્યો યુવતીનો હત્યારો
અગાઉ મહેસાણાના (Mehsana) બાસણા ગામ નજીક ખેતરમાંથી યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવતીના પરિવારજનો ન્યાયની માગ સાથે ધરણા પર બેઠા હતા. આરોપીઓ ઝડપાઇ નહીં ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો.

મહેસાણાના વિસનગરમાં યુવતીની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. ઘટનાના પાંચમાં દિવસે હત્યારો ઝડપાયો છે. શકમંદ રિક્ષાચાલક જ યુવતીનો હત્યારો નીકળ્યો છે. વિજય ઠાકોર નામના રિક્ષાચાલકે યુવતીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રિક્ષાચાલક પાસેથી મૃતક યુવતીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. પોલીસની સતત પૂછપરછના અંતે ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો છે.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો હતો
અગાઉ મહેસાણાના બાસણા ગામ નજીક ખેતરમાંથી યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવતીના પરિવારજનો ન્યાયની માગ સાથે ધરણા પર બેઠા હતા. આરોપીઓ ઝડપાઇ નહીં ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ અને મહેસાણામાં અનુસૂચિત સમાજના લોકો દ્વારા ન્યાયની માગ સાથે રેલી પણ કાઢવામાં આવી હતી તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ અને સાંસદ કિરીટ સોલંકીએ પણ આરોપીઓની ઝડપથી ધરપકડ કરવા મહેસાણા SP અચલ ત્યાગી સાથે વાતચીત કરી હતી. આખરે પોલીસની સક્રિયતાને કારણે હત્યાનો ભેદ ઉકેલાતા તંત્રને રાહત થઇ છે.
વિસનગરના બાસણા ગામ નજીક યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, શકમંદ રિક્ષાચાલક જ નીકળ્યો યુવતીનો હત્યારો#Mehsana #Gujarat #TV9News pic.twitter.com/CLW9I2GDwY
— Tv9 Gujarati (@tv9gujarati) May 1, 2023
યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો. આરોપીઓએ નિર્દયતા પૂર્વક યુવતીની કરોડરજ્જૂ તોડી, દુપટ્ટાથી ગળુ દબાવી દીધુ હતું. ત્યારબાદ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી. શરીર પર ઇજાના નિશાનો હતા. માથાના ભાગે પણ ઇજાના નિશાનો હતા.
મહત્વનું છે કે બાસણા ગામ નજીક ખેતરમાંથી યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના કપડાં અને બેગ મૃતદેહથી 500 મીટર દૂર મળ્યાં હતા. હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. મૃતક યુવતીની ઉંમર 23 વર્ષ છે અને તે વિસનગર તાલુકાના એક ગામની રહેવાસી હતી. તે મહેસાણામાં આવેલા એક મોલમાં નોકરી કરતી હતી. એટલું જ નહીં યુવતી ગુમ હોવાની પણ ફરિયાદ પણનોંધાઈ હતી.
(વિથ ઇનપુટ-મનીષ મિસ્ત્રી, મહેસાણા)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…