Mehsana : તકેદારી કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, નિરીક્ષણનો અભિગમ અપનાવવાનું સુચન
તકેદારી કમિશ્નરે અરજીઓના ફોલોઅપ કરવા તમામ કચેરીઓને નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા નિયમિત બેઠક બોલાવી પડતર કેસોનો સમયબદ્ધ રીતે ઝડપી નિકાલ થાય તે જોવા, પબ્લીકને જે-જે સેવાઓ આપીએ છીએ તેની સમીક્ષા થવી જોઇએ
તકેદારી આયોગના (Vigilance Commissioner) બાકી કેસોની સમીક્ષા કરતા તકેદારી કમિશ્નર સંગીતાસિંઘે જણાવ્યું હતું કે મહેસાણા(Mehsana) જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓએ વિકાસના કામો પ્રત્યે પુરતુ ધ્યાને આપીને થયેલા વિકાસ કાર્યો(Development Works) સમયસર ઇન્સ્પેકશન કરી નોંધ કરવી જોઇએ. તેમણે તકેદારી આયોગમાં વધુ સમયના કેસોનો એક માસમાં યોગ્ય તપાસ કરીને પુર્ણ કરવા સુચનાઓ આપી હતી. મહેસાણ સરકીટ હાઉસ ખાતે યોજાયેલ તકેદારી કમિશ્નરે ક્યા સંજોગોમાં આયોગ સાથે પરામર્શની જોગવાઇ છે તે જણાવી ખાતાકીય તપાસ, પબ્લીક સર્વન્ટ વિરૂદ્ધની લોક ફરિયાદની મળેલી અરજીઓ અને તેના ઉપર થયેલી કામગીરી, થયેલા કોર્ટ કેસ, પડતર પડેલી ફરિયાદો સંદર્ભે વિભાગવાર સમીક્ષા કરી હતી.
માહિતી અધિકાર અધિનિયમ સહિતની અરજીની સમીક્ષા કરવી
તકેદારી કમિશ્નરે અરજીઓના ફોલોઅપ કરવા તમામ કચેરીઓને નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા નિયમિત બેઠક બોલાવી પડતર કેસોનો સમયબદ્ધ રીતે ઝડપી નિકાલ થાય તે જોવા, પબ્લીકને જે-જે સેવાઓ આપીએ છીએ તેની સમીક્ષા થવી જોઇએ, સીટીજન ચાર્ટર અને પબ્લીક સર્વિસ ડીલીવરી એક્ટ, માહિતી અધિકાર અધિનિયમ સહિતની અરજીની સમીક્ષા કરવી, પ્રોપર નોટીંગ કરવા સુચનો કર્યા હતા.તકેદારી કમિશ્નર સંગીતા સિંઘના અધ્યક્ષસ્થાને તકેદારી આયોગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી
ભ્રષ્ટાચાર નિવારવા કસુરવારો સામે નિયમાનુસાર શિક્ષાત્મક પગલાંઓ લેવા
જેમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ વિવિધ ખાતાંકીય તપાસ, લોક ફરિયાદની અરજીઓ અને તેના પર થયેલી કામગીરીઓ અંગે વિગતે અહેવાલ રજૂ કર્યો હતો. ગુજરાત તકેદારી આયોગ જાહેર સેવક સામે લાંચરૂશ્વત,ભષ્ટાચાર,અપ્રાણિકતા તથા સત્તનો દુર ઉપયોગને લગતી તમામ ફરીયાદો અંગેની તપાસ પર દેખરેખ રાખીને મળેલ અહેવાલ અન્વયે સ્વતંત્ર,ન્યાયિક અને તટસ્થ ભલામણ,અભિપ્રાય સલાહ સંબધિત વિભાગો અને શિસ્ત અધિકારીઓને આપે છે. ભ્રષ્ટાચાર નિવારવા કસુરવારો સામે નિયમાનુસાર શિક્ષાત્મક પગલાંઓ લેવા એ આયોગનો પાયાનો અભિગમ છે.
અધિકારીઓને તાકીદ કરી આયોગને જાણ કરવા જણાવ્યું
તકેદારી કમિશ્નરે મહેસાણા જિલ્લામાં તકેદારી સંબધિત થયેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.પ્રારંભમાં કલેકટર ઉદિત અગ્રવાલે તકેદારી આયોગને લગતા તપાસના કેસો પુર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી આયોગને જાણ કરવા જણાવ્યું હતું. તકેદારી આયોગની બેઠકમાં એસીબીને લગતા કેસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહવાળા,નાયબ સચિવ ગુજરાત તકેદારી આયોગ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad : ટ્રેન ઉથલાવી નાખવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી, ઉલટ-તપાસ શરૂ
આ પણ વાંચો : Vadodara : જિલ્લામાં સરકારી યોજનામાં બાકી લાભાર્થીઓને શોધવા સર્વે હાથ ધરાશે