મહેસાણા જિલ્લામાં 2,638 સ્થળોએ 5,35,800 યોગ અભ્યાસુઓએ યોગ કર્યા

મહેસાણા જિલ્લામાં 11 તાલુકા કક્ષાના સ્થળોમાં 5,700 અને 07 નગરપાલિકના સ્થળોમાં 3,500 નાગરિકો યોગ કર્યો હતો. જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 3,36,000 વિધાર્થીઓ પણ યોગમાં જોડાયા હતા. જિલ્લાની 1238 પ્રાથમિક શાળાઓ,351 માધ્યમિક શાળાઓ,43 કોલેજો,10 આઇ.ટી,આઇ અને 02 વિશ્વ વિધાલયોમાં યોગના કાર્યક્મમો થયા હતા.

મહેસાણા જિલ્લામાં 2,638 સ્થળોએ 5,35,800 યોગ અભ્યાસુઓએ યોગ કર્યા
International Yoga Day iv Modhera
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jun 21, 2022 | 8:11 PM

સમગ્ર વિશ્વમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય (International Yoga Day) યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવી હતી. મહેસાણા (Mehsana) જિલ્લામાં 2,638 સ્થળો પર 5,35,800 યોગ અભ્યાસુઓ જોડાયા હતા. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple) ખાતે યોજાયો હતો જેમાં 5,000 યોગ અભ્યાસુઓ જોડાયા હતા. મહેસાણા જિલ્લામાં 11 તાલુકા કક્ષાના સ્થળોમાં 5,700 અને 07 નગરપાલિકના સ્થળોમાં 3,500 નાગરિકો યોગ કર્યો હતો. જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 3,36,000 વિધાર્થીઓ પણ યોગમાં જોડાયા હતા. જિલ્લાની 1238 પ્રાથમિક શાળાઓ,351 માધ્યમિક શાળાઓ,43 કોલેજો,10 આઇ.ટી,આઇ અને 02 વિશ્વ વિધાલયોમાં યોગના કાર્યક્મમો થયા હતા.

મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ 600 સ્થળોમાં 1,25,000 નાગરિકો યોગ અભ્યાસ કર્યો હતો..આ ઉપરાંત 57 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11400 સહિત 295 પેટા આરોગ્ય કેન્દ્રોમાં 44200 યોગ શિબિરમાં જોડાયા હતા. મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સમાં પોલીસ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 3,000 પોલીસ કર્મીઓ સહિત નાગરિકો જોડાયા હતા. આ સિવાય જિલ્લાના અન્ય 22 પોલીસ સ્ટેશન અને જેલના સ્થળોમાં 2,000 કર્મીઓ યોગમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ ઉજવણીના કાર્યક્રમનો સહભાગી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ- દૂધ સાગર ડેરી થયેલ હતી. આ ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં આદાણી એકમનો સહયોગ મળ્યો હતો. જિલ્લાના તાલુકા સ્થળોમાં મહેસાણા તાલુકામાં સાર્વજનિક હાઇસ્કુલ,ઉંઝા તાલુકામાં એમ.એચ.પટેલ ગજાનન હાઇસ્કુલ ઐઠોર,વિસનગરમાં સ્વામી નારાયણ ગૂરૂકુળ વિધાલય કાંસા,કડીમાં કલ્યાણપુરા હાઇસ્કુલ,બેચરાજીમાં શ્રી બહુચરાજી માતાજી મંદિર (પ્રતિકાત્મક સ્થળો),જોટણા તાલુકામાં શ્રી રામ સર્વ વિધાલય,ખેરાલુમાં મ્યુનિસિપલ હાઇસ્કલુ,વડનગરમાં કિર્તી તોરણ (પ્રતિકાત્મક સ્થળ) અને સતલાસણામાં ધરોઇ ડેમ અને તારંગા હિલ સ્ટેશન (પ્રતિકાત્મક સ્થળો)એ કાર્યક્રમ યોજાયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મહેસાણા જિલ્લાના નગરપાલિકા સ્થળોમાં મહેસાણા ખાતે ફાયર સ્ટેશન,વિસનગર એમ.એન.કોલેજ,વિજાપુરમાં રામ બાગ,વડનગરમાં નવોદય વિધાલય,કડીમાં રતીલાલ મગનલાલ પટેલ મ્યુનિસપલ ગ્રાઉન્ડ કડી,ઉંઝામાં એ.પી.એમ.સી ઉંઝા અને ખેરાલુંમાં નગરપાલિકા ગાર્ડન ખેરાલું ખાતે યોગ દિવસની ઉજવણી થઇ હતી. મોઢેરા સૂર્યમંદિર સહિત પ્રતિકાત્મક સ્થળો પૈકી ધરોઇ ડેમ,કિર્તી તોરણ,તાંરગા હિલ બેચરાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.

બહુચરના સાનિધ્યમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ચુંવાળ પંથક મા બહુચરના સાનિધ્યમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માનવતા માટે યોગની થીમ સાથે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ 75 આઇકોનિક સ્થળો પૈકી મા બહુચરના ધામમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રધ્ધા,ભક્તિ અને ભારતીય પરંપરાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.સમગ્ર વિશ્વમાં વિશ્વભરમાં ૨૧મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારતમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની “માનવતા માટે યોગા” “યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ યોગા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વ્યે મહેસાણા જિલ્લાના બેચરાજી મંદિરમાં “યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે યોગ દિન ઉજવાયો હતો.

In Mehsana district, 5,35,800 yoga practitioners practiced yoga at 2,638 places

International Yoga Day in Bahucharaji

કિર્તીતોરણ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક યોગાભ્યાસ

રાજ્ય સરકાર દ્વારા આયોજીત 75 પ્રતિકાત્મક સ્થળો પૈકી સૌથી મહત્વનુ અને ઐતિહાસિક કિર્તીતોરણ ખાતે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. 21 જૂનને વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરના 75 ઐતિહાસિક સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે કિર્તીતોરણ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.

In Mehsana district, 5,35,800 yoga practitioners practiced yoga at 2,638 places

International Yoga Day in kirti toran

તારંગા હિલ ખાતે યોગ દિવસની ઉજવણી

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તારંગા હિલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,. અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ રાજ્યના 75 સ્થળો પૈકી તારંગા હિલનો સમાવેશ થાય છે. તારંગા હિલ સ્ટેશન એક મોટી ટેકરી છે કે જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે, તે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલું છે. 12મી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તારંગા હિલ સ્ટેશન જૈન ધર્મ માટે પણ જાણીતું તીર્થસ્થળ છે.આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. આ પહાડી ઉપર દિગંબર અને શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે.

In Mehsana district, 5,35,800 yoga practitioners practiced yoga at 2,638 places

International Yoga Day in Taranga

ધરોઇ ડેમ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ ૭૫ આઇકોન સ્થળો પૈકી મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આહ્લલાદક અને કુદરતના ખોળે યોગાર્થીઓ યોગમય બન્યા હતા. ધરોઇ ડેમ ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય અમજલજી ઠાકોરે જણાવ્યું હતું કે આદિ અનાદી કાળથી યોગ ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી અને મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી છેલ્લા આઠ વર્ષ વૈશ્વિક યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

In Mehsana district, 5,35,800 yoga practitioners practiced yoga at 2,638 places

International Yoga Day in Dharoi

વડનગરમાં ઉત્સાહભેર યોગ દિવસ ની ઉજવણી થઈ

આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. વડાપ્રધાન મોદી દ્વારા ભારત ના યોગ ને વિશ્વમાં ઓળખ અપાવી છે. અને આજે સમગ્ર વિશ્વ યોગ નું મહત્વ સમજતું અને સ્વીકારતું થયું છે. ત્યારે આજે વડાપ્રધાન ના સૂચન મુજબ યોગ ફોર હ્યુમિનિટી થીમ ઉપર સમગ્ર દેશમાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે પી એમ મોદીના માદરે વતન વડનગરમાં ઉત્સાહભેર યોગ દિવસ ની ઉજવણી થઈ હતી. જેમાં નગરજનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

In Mehsana district, 5,35,800 yoga practitioners practiced yoga at 2,638 places

International Yoga Day in Vadnagar

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">