Vadnagar : હીરાબાના જન્મદિવસની ઉજવણીમાં પહોચ્યા TMKOC ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી, કહ્યુ ‘ગર્વ છે વડનગરનો છું’

|

Jun 19, 2022 | 8:34 AM

વડનગરના હાટકેશ્વર મંદિરના પટાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું હતુ. જેમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અસિત મોદીએ કહ્યું કે, મારુ બાળપણ વડનગરમાં પસાર થયું છે. હું વડનગરનો છું એ મારા માટે ગૌરવની વાત છે.

Vadnagar : હીરાબાના જન્મદિવસની ઉજવણીમાં પહોચ્યા TMKOC ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી, કહ્યુ ગર્વ છે વડનગરનો છું
Hiraba birthday celebrations in Vadnagar

Follow us on

વડનગરમાં(vadnagar)  હીરાબાના(Hiraba)  જન્મદિવસની ઉજવણીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) પ્રોડ્યુસર અસિત કુમાર મોદી (Asit kumar modi) ઉપસ્થિત રહ્યા. વડનગરના હાટકેશ્વર મંદિરના પટાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું હતુ. જેમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અસિત મોદીએ કહ્યું કે, મારુ બાળપણ વડનગરમાં પસાર થયું છે. હું વડનગરનો છું એ મારા માટે ગૌરવની વાત છે.

હું વડનગરનો છું એ મારા માટે ગૌરવની વાત  : અસિત કુમાર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા શતાયુ વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે તેની ઝવણીના ભાગ રૂપે જગન્નાથ મંદિરમાં ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.પરિવારજનો સાથે હીરાબા અમદાવાદના જગન્નાથ મંદિર (jagannath Temple) પહોંચ્યાં હતા. હીરાબાએ ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગદીશની પૂજા કરી હતી. ત્યાર બાદ તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો તેમજ હીરાબાના પરિવારજનો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં પરિવારજનો અને સાધુ-સંતોએ પ્રસાદી ગ્રહણ કરી હતી.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વડાપ્રધાને માતા હીરાબાના આશીર્વાદ લીધા

વડાપ્રધાને(PM Modi)  માતા હીરાબાના ચરણ ધોયા, આશીર્વાદ લીધા અને ભરપૂર વ્હાલ કર્યો. ગઈકાલે સવારે પીએમ મોદી જ્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા તો ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા.માતા હીરાબાના ચરણ ધોયા, ભેટમાં લાવેલી શાલ અને માળા પહેરાવ્યા. ત્યારબાદ લાડુ ખવડાવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી.પીએમ મોદીએ માતા સાથે ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી. જેનો પ્રસાદ તેમની સોસાયટીમાં પણ વહેંચવામાં આવ્યો. હીરાબાના 100મા જન્મ દિવસ અને પીએમ મોદીના આગમનને લઈ સોસાયટીમાં જાણે ઉત્સવનો માહોલ હતો. સુરક્ષામાં સહકાર આપીને લોકોએ પોતાના ઘરેથી જ પીએમ મોદીની ઝલક મેળવી હતી

Published On - 8:32 am, Sun, 19 June 22

Next Article