મહેસાણા : ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને, જુઓ Video
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથો આમને સામને છે. ભાજપે મેન્ડેટ આપ્યા છતાં, ચૂંટણી રસપ્રદ બની છે.
મહેસાણામાં આજે ઊંઝા APMCની ચૂંટણી છે. ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ આમને સામને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા હોવાની માહિતી સામે આવી છે.
ચૂંટણી સમરસ કરવામાં સફળતા મળતા ક્રોસ વોટિંગ થવાની શક્યતા વધી હતી. સવારે 8થી સાંજે વાગ્યા સુધી મતદાન ચાલશે.
ઊંઝા APMCની ચૂંટણીનો જંગ રસપ્રદ રહેશે. ભાજપે મેન્ડેટ આપ્યા પછી પણ ડખા ઊભા છે. ભાજપે ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન બંને જૂથના 10 ઉમેદવારોને ખેડૂત વિભાગની પેનલમાં મેન્ડેટ આપ્યો છે. પરંતુ બાકી રહેલા 10 ઉમેદવારોએ ભાજપની મેન્ડેટવાળી પેનલને હજુ સુધી ટેકો જાહેર નહીં કરતાં ચૂંટણી રસપ્રદ બની ગઇ છે.
ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેન એમ ભાજપના ત્રણ આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઇ જામી છે. વેપારી વિભાગની ચાર અને ખેડૂત વિભાગની 10 એમ કુલ મળીને 14 બેઠક પર 36 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તેમાં ખેડૂત વિભાગના પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વેપારી વિભાગમાં ચાર બેઠક માટે 16 ઉમેદવારો મેદાનમાં છે.
અહીં જુઓ બેઠકનો ચિતાર
- ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો કરશે મતદાન
- વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો કરશે મતદાન
- કુલ 14 બેઠક પર 36 ઉમેદવાર મેદાનમાં
- ખેડૂત વિભાગની 10 બેઠક પર 20 ઉમેદવાર મેદાનમાં
- વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
- આવતીકાલે ઊંઝા APMC ચૂંટણીની મતગણતરી કરાશે
- ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ભાજપે આપ્યા હતા મેન્ડેટ