AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: AAPના વડા અરવિંદ કેજરીવાલની મહેસાણામાં તિરંગા યાત્રા, ઉત્તર ગુજરાતમાંથી મતોનાં ધૃવીકરણ પર નજર !

કેન્દ્રીય નેતાઓ પણ એક પછી એક ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. હવે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

Gujarat Election 2022: AAPના વડા અરવિંદ કેજરીવાલની મહેસાણામાં તિરંગા યાત્રા, ઉત્તર ગુજરાતમાંથી મતોનાં ધૃવીકરણ પર નજર !
CM Arvind Kejriwal (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 12:02 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને તમામ પક્ષ પ્રચાર અને પ્રસારના મોડમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ગુજરાતના (Gujarat) દરેક ક્ષેત્રના મતદારો સુધી પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય નેતાઓ પણ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હવે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે મિશન ગુજરાત શરુ કર્યુ છે. અરવિંદ કેજરીવાલ બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યાંથી મહેસાણા જવા રવાના થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષ પ્રચાર અને પ્રસારના મોડમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ગુજરાતના (Gujarat) દરેક ક્ષેત્રના મતદારો સુધી પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય નેતાઓ પણ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હવે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મહેસાણામાં 20 દિવસથી ચાલી રહેલી પરિવર્તન યાત્રાનુ આજે સમાપન થવાનું છે. પરિવર્તન યાત્રા ગુજરાતની તમામ વિધાનસભાઓમાં છ અલગ-અલગ રૂટ પરથી પસાર થઈ હતી. ત્યારે અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસથી ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લેવા માટે રવાના થશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે કેજરીવાલ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પૂર્ણ થવાના પ્રસંગે અરવિંદ કેજરીવાલ ખાસ હાજર રહેવાના છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મહેસાણાના જૂના બસ સ્ટેન્ડથી સાંજે 5:30 કલાકે તિરંગા યાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રા તોરણવાળી ચોકમાં પૂર્ણ થશે. જ્યાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત જન મેદનીને સંબોધન કરશે. જે બાદ અરવિંદ કેજરીવાલ મહેસાણા સર્કિટ હાઉસમાં થોડો સમય આગેવાનોને મળીને ચર્ચા-વિચારણા કરશે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલની મહેસાણા મુલાકાત પહેલા મહેસાણા આપના જિલ્લા પ્રમુખ ભગત પટેલ સામે ફરિયાદ દાખલ થઇ છે. અન્ય ત્રણ લોકો સામે પણ ફરિયાદ દાખલ થઇ છે. અન્ય એક પક્ષ દ્વારા કેજરીવાલને પ્રશ્નો કરતા હોય તેવા બેનર લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ બેનર લગાવવાને લઇને આપના જિલ્લા પ્રમુખ ભગત પટેલે આ ગ્રુપના બેનર લગાવનારને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

g clip-path="url(#clip0_868_265)">