AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ, દારૂ-ડ્રગ્સ ખુલ્લેઆમ મળતા યુવાનો વ્યસનના રવાડે ચડ્યાના આક્ષેપ, જુઓ Video

ગુજરાતમાં દારૂબંધીની નીતિ પર ફરી ચર્ચા તેજ બની છે. SPG અધ્યક્ષ લાલજી પટેલે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દારૂ-ડ્રગ્સ ખુલ્લેઆમ મળતા યુવાનો વ્યસનના રવાડે ચઢી રહ્યા છે.

Breaking News : ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ, દારૂ-ડ્રગ્સ ખુલ્લેઆમ મળતા યુવાનો વ્યસનના રવાડે ચડ્યાના આક્ષેપ, જુઓ Video
| Updated on: Nov 02, 2026 | 2:46 PM
Share

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ફરી એકવાર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ છે. મહેસાણા સ્થિત SPG (સરદાર પટેલ ગ્રુપ)ના અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાતમાંથી દારૂબંધી સંપૂર્ણપણે હટાવવાની માંગ કરી છે. તેમનું આ નિવેદન રાજકોટની હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટીના મામલા બાદ સામે આવ્યું છે, જેનાથી આ મુદ્દે વધુ ગરમાવો આવ્યો છે.

લાલજી પટેલે જણાવ્યું કે, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ સરળતાથી ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિને કારણે, ફક્ત પાટીદાર સમાજના જ નહીં, પરંતુ તમામ સમાજના યુવાનો મોટા પાયે વ્યસનના રવાડે ચડી રહ્યા છે. તેમણે સરકારની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત ન હોવાને કારણે જ દારૂ અને ડ્રગ્સનું વેચાણ અને સેવન નિર્ભયપણે ચાલી રહ્યું છે.

“અત્યારે યુવાનો ખરાબ રસ્તે જઈ રહ્યા છે”

SPG અધ્યક્ષે દલીલ કરી કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો દારૂ પીનારા લોકો નિયંત્રણમાં રહીને દારૂનું સેવન કરી શકે છે, જે હાલની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેની આડપેદાશોને અટકાવવામાં મદદરૂપ થશે. તેમનો મત છે કે, “અત્યારે યુવાનો ખરાબ રસ્તે જઈ રહ્યા છે તેની ચિંતા છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં સૌથી વધુ દારૂ પકડાય છે અને ખુલ્લેઆમ પીવાય પણ છે, જે દારૂબંધીની નિષ્ફળતાનો પુરાવો છે.

આ સંદર્ભમાં, બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે પણ દારૂબંધી નાબૂદ કરવાની વાત કરી છે અને આગામી સમયમાં આ મુદ્દે લડત શરૂ કરવાની તૈયારી દર્શાવી છે, જેને લાલજી પટેલે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “બીજા રાજ્યોને ઘોડે લોકો મોજશોખ માટે કદાચ લેતા હોય પણ અહીંયા થઈને જે બેવડા થઈ જાય ને એ બેવડા ના થઈ જાય.” પરષોત્તમ પીપળીયા અને ઉમિયાધામ સિદસરના પૂર્વ મહિલા પ્રમુખ જ્યોતિ ટીલવા જેવા અન્ય પાટીદાર આગેવાનોએ પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારે નિવેદનો આપ્યા છે, જેમને પણ પટેલે સમર્થન આપ્યું.

લાલજી પટેલે વધુમાં ઉમેર્યું કે, કોઈપણ વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે તેનો ફાયદો વહીવટ ચલાવનારા લોકોને જ થતો હોય છે, જેનો અર્થ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓને થાય છે. તેમણે સૂચવ્યું કે, જો દારૂની છૂટછાટ આપવામાં આવે તો પીવાવાળો વર્ગ કંટ્રોલમાં પીશે.

આ સાથે, તેમણે વાલીઓને પણ જાગૃત થવાની અપીલ કરી. પટેલે કહ્યું કે, માતા-પિતાએ પોતાના બાળકોની કાળજી લેવી પડશે અને તેમના મોબાઈલ ફોન અને ચેટિંગ ચેક કરવા જોઈએ, જેથી તેમને ખબર પડે કે તેમના દીકરા-દીકરીઓ શું કરી રહ્યા છે. તેમણે ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવવાની અને બાળકો સાથે મિત્રતાપૂર્ણ સંબંધો રાખવાની પણ સલાહ આપી, જેથી બાળકો પર સકારાત્મક નિયંત્રણ રાખી શકાય. આ નિવેદનોએ ગુજરાતમાં દારૂબંધીના ભવિષ્ય અંગે નવી ચર્ચાઓ જગાવી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">