Mehsana: વૃક્ષા ફાઉન્ડેશન કડી દ્વારા ગ્રીન યાત્રા 2023નું ઉદ્ઘાટન કરાયું, આ વર્ષે 5 હજાર વૃક્ષો વાવશે
વૃક્ષા ફાઉન્ડેશન કડી દ્વારા ગ્રીન યાત્રા 2023નું દિલીપ દેશમુખ દાદા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વર્ષે વૃક્ષા ફાઉન્ડેશન દ્વારા કડીની સરકારી શાળા, મંદીરો તેમજ સોસાયટીઓમાં 5 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે.
Mehsana: વૃક્ષા ફાઉન્ડેશન કડી (Kadi) દ્વારા ગ્રીન યાત્રા 2023નું દિલીપ દેશમુખ દાદા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વૃક્ષા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે 5 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જે માટે ગ્રીન યાત્રા 2023નું ઉદ્ધાઘાટન કરવામાં આવ્યું છે. જે વિવિધ સ્થળોએ જઈ વૃક્ષો વાવશે.
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, કડીના ભામાસા શેઠ દિલીપભાઈ પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કડી તાલુકાના ચેરમેન હિમાંશુભાઈ ખમાર, 27 કન્યા કેળવણી મંડળના ચેરમેન જયંતીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ફોરેસ્ટ ઓફીસર યોગેશભાઈ દેસાઈ, 27 સમાજ સુધારક મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
2019થી અત્યાર સુધીમાં વૃક્ષા ફાઉન્ડેશન દ્વારા 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું
ગ્રીન યાત્રા 2023 કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોએ યુવાનોના આ કાર્યોને બિરદાવ્યું હતું તેમજ શુભેચ્છા પાઠવી હતી. 2019થી અત્યાર સુધીમાં વૃક્ષા ફાઉન્ડેશન દ્વારા 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં 85% થી પણ વધારે પરિણામ મળ્યું છે અને ખાસ વાત તો એ છે કે વૃક્ષા ફાઉન્ડેશન ટીમમાં ખાસ કરીને મેમ્બર્સ સ્ટુડન્ટસ છે અને તે પોતાનો સમય ફાળવીને પર્યાવરણના જતન માટે એક ભગીરથ કાર્ય કરી રહી છે.
આ વર્ષે વૃક્ષા ફાઉન્ડેશન દ્વારા 5 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે
આ વર્ષે વૃક્ષા ફાઉન્ડેશન દ્વારા કડીની સરકારી શાળા, મંદીરો તેમજ સોસાયટીઓમાં 5 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે. આ યાત્રાને સફળ બનાવવા આલ્ફા ફાઉન્ડેશનના ચેરમેન મયંકભાઇ પટેલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, કડી તાલુકાના ચેરમેન હિમાંશુભાઈ ખમારનો ફાળો રહ્યો છે. જયંતીભાઈ પટેલે યુવાનોને રુપિયા 51 હજારનું દાન આપી પ્રોત્સાહન વધાર્યું હતું.
વર્ષ 2019થી અત્યાર સુધીમાં 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર
વર્ષ 2019થી પર્યાવરણ સેવામાં અગ્રેસર વૃક્ષા ફાઉન્ડેશનની યુવા ટીમ દર વર્ષ જુલાઈ મહિનામાં વૃક્ષારોપણ કરવા માગતા લોકોના ઘરે જઈ તેમને વિનામૂલ્યે રોપા અર્પણ કરે છે. તેમજ યોગ્ય જગ્યાએ રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સેવાનું કાર્ય કરી રહ્યા છે. વૃક્ષા ફાઉન્ડેશનની યુવા ટીમે અત્યાર સુધીમાં 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. ત્યારે આ વર્ષે 5 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો