Mehsana : છેલ્લા નોરતામાં પણ પથ્થરમારો, ગરબા જોવા મુદ્દે થયેલી તકરારને પગલે નાસભાગ મચી

|

Oct 05, 2022 | 11:57 AM

ગત રાત્રે બે અલગ- અલગ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલી માથાકૂટને પગલે નાસભાગી મચી ગઈ હતી. માહિતી મુજબ માથાકૂટની અદાવતમાં વહેલી સવારે ફરી તોડફોડ અને પથ્થરમારો જોવા મળ્યો હતો.

Mehsana : છેલ્લા નોરતામાં પણ પથ્થરમારો, ગરબા જોવા મુદ્દે થયેલી તકરારને પગલે નાસભાગ મચી
Communal tension grips Vijapur

Follow us on

ખેડા અને વડોદરા બાદ હવે મહેસાણામાંથી (Mehsana) ગરબા મુદ્દે પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગરબા જોવા મુદ્દે થયેલી તકરાર પથ્થરમારામાં ફેરવાઈ હતી. વિજાપુર તાલુકાના (Vijapur Taluka) ખરોડ ગામમાં ગરબા આયોજનમાં ટોળાએ ગામમાં પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. ગત રાત્રે બે અલગ- અલગ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલી માથાકૂટને પગલે નાસભાગી મચી ગઈ હતી. માહિતી મુજબ માથાકૂટની અદાવતમાં વહેલી સવારે ફરી તોડફોડ અને પથ્થરમારો જોવા મળ્યો હતો. વાહનોના કાચ પણ તોડ્યા હોવાની વિગત મળી રહી છે. હાલ પોલીસે (Mehsana Police) ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પથ્થરમારો કરનારાઓને પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યો

તો બીજી તરફ ગુજરાતના ખેડા (Kheda) જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા (Navratri 2022)માં પણ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. શાંતિ ડહોળનારા વિધર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

તહેવારો સમયે શાંતિ અને સદભાવનાને ખોરવનારા તત્વોની પોલીસે સરાજાહેર ધોલાઈ કરી. ખેડા એલસીબીના PI અશોક પરમાર સહિત પોલીસના જવાનોએ એક પછી એક તમામ આરોપીઓને ગામની વચ્ચે મુખ્ય ચોકમાં લાવીને સરભરા કરી. હતી. આરોપીઓએ ધોલાઈ બાદ બે હાથ જોડી ફરીથી આવી ભૂલ નહીં કરીએ તેમ ગામ લોકોની માફી પણ માગી હતી.

Next Article