Mehsana : ‘સમાધિ બાબા’ને આખરે મળ્યું ઘર ! 1,000 વર્ષ પ્રાચીન કંકાલને નિષ્ણાંતોની દેખરેખ હેઠળ મ્યુઝિયમમાં મુકાયું, જુઓ Video
મહેસાણાના વડનગરમાં એક હજાર વર્ષ પ્રાચીન કંકાલને આખરે છત મળી છે. વડનગરમાં મળી આવેલા કંકાલને આખરે મ્યુઝિયમમાં મુકાયા છે. વર્ષ 2019માં સમાધિ અવસ્થામાં, યોગમુદ્રામાં દુલર્ભ કંકાલ મળ્યું હતું. ઉત્ખનન બાદથી ટેન્ટમાં જ એક હજાર વર્ષ પ્રાચીન કંકાલ પડ્યું હતું.

ઐતિહાસિક નગરી વડનગર અનેક રહસ્યોને સાચવીને બેઠી છે. પ્રાચીન સમયથી વડનગર સાધુ-સંતોની ભૂમિ રહ્યું છે. તો સાથે જ તે બૌદ્ધ ધર્મનું યોગ સાધનાનું કેન્દ્ર રહ્યું હોય તેવા પુરાવા પણ આ ભૂમિ પરથી મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી અને મધ્ય એશિયામાંથી પણ લોકો અહીં આવતા હતા. ત્યારે વર્ષ 2019માં અહીં “યોગ મુદ્રા”માં એક કંકાલ મળી આવતા અનેક રહસ્યો છતાં થવાની શક્યતા સેવાઈ હતી. દાવો છે કે આવું દુર્લભ સમાધિ અવસ્થા વાળું અને આ રીતે સચવાયેલું કંકાલ ભારતમાં બીજે ક્યાંય ન હતું મળ્યું. લોકો આ કંકાલને “સમાધિ બાબા”ના નામથી ઓળખવા લાગ્યા.
પરંતુ, ઉત્ખનન બાદથી જ કંકાલ બહાર પડ્યું હોઈ ઉત્ખનન કરનાર ટીમની મહેનત પણ પાણીમાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે ટીવી નાઈને સમગ્ર મામલે સવાલો ઉઠાવ્યા. જેના પગલે વડનગરમાં 400 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભવ્ય મ્યુઝિયમમાં કંકાલનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વર્ષ 2019માં યોગમુદ્રામાં મળ્યું હતું દુર્લભ કંકાલ
મહેસાણાના વડનગરમાં એક હજાર વર્ષ પ્રાચીન કંકાલને આખરે છત મળી છે. વડનગરમાં મળી આવેલા કંકાલને આખરે મ્યુઝિયમમાં મુકાયા છે. વર્ષ 2019માં સમાધિ અવસ્થામાં, યોગમુદ્રામાં દુલર્ભ કંકાલ મળ્યું હતું. ઉત્ખનન બાદથી ટેન્ટમાં જ એક હજાર વર્ષ પ્રાચીન કંકાલ પડ્યું હતું. નિષ્ણાંતોની ટીમની દેખરેખ હેઠળ કંકાલનું મ્યુઝિયમમાં સ્થળાંતર કરાયું છે. ટૂંક સમયમાં કંકાલને નિષ્ણાતોની દેખરેખ હેઠળ ગેલેરીમાં મુકાશે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2023થી દુર્લભ કંકાલ વડનગરના સરકારી આવાસના ખુલ્લા મેદાનમાં પડ્યું હતું. 12 બાય 15 ફૂટના કપડાના તંબુમાં કંકાલને રાખી મુકાયું હતું.TV9ના અહેવાલ બાદ તંત્રએ હરકતમાં આવી કંકાલને મ્યુઝિયમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. 1,000 વર્ષ પ્રાચીન કંકાલને તંબુમાંથી બહાર નીકાળવા ક્રેનની મદદ લેવાઈ છે.
‘સમાધિ બાબા’ને આખરે મળ્યું ઘર !
પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકારના 15 નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ કાર્ય પાર પડ્યું છે. અનંત-અનાદિ વડનગર મ્યુઝિયમ સુધી કંકાલને ખૂબ જ સાચવીને લઈ જવામાં પૂરાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. સલામતીના ભાગ રૂપે ‘સમાધિ બાબા’ના કંકાલને હાલ મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર જ રખાયું છે. આગળ સૂચના મળે તે રીતે નિષ્ણાતોની દેખરેખ હેઠળ કંકાલને ગેલેરીમાં પ્રદર્શન માટે મુકાશે.