AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં જોવા મળ્યો અદભૂત નજારો, જુઓ આ વીડિયો

| Updated on: Mar 21, 2021 | 7:28 PM
Share

Mehsana : સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરમાં આજે અદભુત નજારો જોવા મળ્યો છે. મોઢેરા સૂર્ય મંદિરના ગર્ભગૃહમાં સૂર્યના કિરણો નજરે પડયા છે. વર્ષમાં માત્ર બે દિવસે જ આ સંયોગ બને છે.

Mehsana : સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરમાં આજે અદભુત નજારો જોવા મળ્યો છે. મોઢેરા સૂર્ય મંદિરના ગર્ભગૃહમાં સૂર્યના કિરણો નજરે પડયા છે. વર્ષમાં માત્ર બે દિવસે જ આ સંયોગ બને છે. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યમંદિરમાં આ અદભૂત સંયોગ જોવા મળતો હોય છે. આજે વહેલી સવારે સૂર્યોદય સમયે આ દ્રશ્યો જોવા મળ્યા હતા.

સૂર્યનું પહેલું કિરણ સૂર્ય મંદિરના પ્રથમ ભાગ એવા સૂર્યકુંડમાં પડે છે. બાદમાં સૂર્યકુંડના પાણીથી પરાવર્તિત થઈને સૂર્યમંદિરના ત્રીજા ભાગ પર સૂર્ય કિરણો પડતા હોય છે. અગાઉ જ્યાં સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં આ કિરણો પડે છે. જ્યારે સૂર્યદેવતાની પ્રતિમા મંદિરમાં હતી તે સમયે પ્રતિમા પર સૂર્ય કિરણ પડતા હતા. આજ મહિમાને કારણે આ મંદિરને સૂર્યમંદિર કહેવામાં આવે છે.

પહેલા સૂર્યદેવના મુગુટ પરના હીરા પર સૂર્ય કિરણ પડી આખું મંદિર સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થતું હતું. જોકે હવે સૂર્ય પ્રતિમા નહી હોવાથી આવો સંજોગ હવે રહ્યો નથી. કાળ ક્રમે મોઢેરા સૂર્ય મંદિરમાં હાલ સૂર્ય દેવતાની પ્રતિમા રહી નથી. પરંતુ, આજે ફરી સૂર્ય પ્રકાશથી મંદિરમાં સૂર્ય કિરણોનો સુંદર નજારો ચોક્કસ જોવા મળ્યો હતો.

મોઢેરા સૂર્યમંદિરનો ઇતિહાસ

અમદાવારથી 100 કિમી દૂર પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમે કરાવ્યું હતું. ગજનીના આક્રમણ પછી સોલંકી સામ્રાજ્યની રાજધાની કહેવાતી અહિલવાડ પાટણ તેના મહિમા, ગૌરવ અને વૈભવને ગુમાવતી જઇ રહી હતી. રાજ્યના વૈભવને ફરી લાવવા માટે સોલંકી રાજ પરિવાર અને વેપારીઓ એક થયાં અને તેમણે સંયુક્ત રૂપથી ભવ્ય મંદિરોના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું. સોલંકી સૂર્યવંશી હતાં અને તેઓ સૂર્યને કુળદેવતા તરીકે પૂજતાં હતાં. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના નિર્માણમાં કોઇપણ જગ્યાએ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

દેશભરમાં માત્ર પાંચ સ્થળોએ જ સૂર્યમંદિર આવેલા છે. જેમાં ઉત્તરાખંડ, કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આ મંદિરો આવેલા છે. અને આ મંદિરો આશરે 500 વર્ષ જૂના છે. જેમાં ગુજરાતના મોઢેરાનું સૂર્યમંદિર બીજા નંબરનું મહત્વનું મંદિર માનવામાં આવે છે. ઓરિસ્સાના કોણાર્કનું સૂર્યમંદિર પ્રથમ સ્થાન ધરાવે છે. શ્રીકૃષ્ણના પુત્ર સામ્બે અનેક સૂર્ય મંદિર બનાવ્યાં હતાં. તેમાં કોણાર્કનું સૂર્ય મંદિર સામેલ છે.

 

Published on: Mar 21, 2021 06:42 PM
g clip-path="url(#clip0_868_265)">