AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : આરોગ્યમેળાનો પ્રારંભ કરાયો, 22 એપ્રિલ સુધી તાલુકા કક્ષાએ નાગરિકોને લાભ મળશે

મહેસાણા(Mehsana) જિલ્લામાં 18 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન સવારે 09-00 કલાકે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. 19 એપ્રિલ દરમિયાન કડી ચંપાબા હોલ,વડવાળા હનુંમાન મંદિર પાસે.એ.પી.એમ.સી પાછળ કડી ખાતે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બેચરાજી ખાતે યોજાશે.

Mehsana : આરોગ્યમેળાનો પ્રારંભ કરાયો, 22 એપ્રિલ સુધી તાલુકા કક્ષાએ નાગરિકોને લાભ મળશે
Mehsana Arogya mela
Manish Mistri
| Edited By: | Updated on: Apr 19, 2022 | 4:34 PM
Share

મહેસાણા(Mehsana) જિલ્લામાં આરોગ્યની સુલભ સેવાઓ(Health Service)  લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર સંસદ સભ્ય શારદાબેન પટેલે આરોગ્ય મેળાનો(Arogay Mela)  શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે , સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી તાલુકા હેલ્થ તાલુકા મેળાઓનો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે મહેસાણા જિલ્લાના દશ તાલુકાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ હવે ઘર આંગણે જ મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ સંસદ સભ્યએ વ્યક્ત કર્યો હતો રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે. સરકારએ છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જન જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં આ બ્લોક હેલ્થ મેળા સેતુરૂપ ભુમિકા નિભાવશે તેમ જણાવ્યું હતું.

બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે , રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને હવે ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ રહેલો છે. આ આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકશે. તા. 18 થી તા. 22 મી એપ્રિલ, 2022 દરમિયાન તાલુકાકક્ષાએ યોજાનારા બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સિવીલ સર્જન બ્લોક હેલ્થ મેળામાં આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

જ્યારે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે તાલુકા હેલ્થ મેળા થકી અંતરિયાળ અને છેવાડાના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો સીધો લાભ મળશે. સ્પેશીયાલીસ્ટ તબીબો થકી તેમની સારવાર અને નિદાન સરળતાથી કરી શકશે. આરોગ્ય મેળા દ્વારા આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત, ઈ-સંજીવની યોજના સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ આ જિલ્લા માટે ખુબ જ અગત્યની બની રહેશે તેવો આશાવાદ કલેકટરે વ્યક્ત કર્યો હતો..

જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PMJAY યોજનાના કાર્ડ વિતરણ કરાયાં હતાં. આ કેમ્પમાં હેલ્થ આઈડી, બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી,.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં 18 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન સવારે 09-00 કલાકે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. 19 એપ્રિલ દરમિયાન કડી ચંપાબા હોલ,વડવાળા હનુંમાન મંદિર પાસે.એ.પી.એમ.સી પાછળ કડી ખાતે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બેચરાજી ખાતે,.20 એપ્રિલના રોજ મા ઉમિયાયાત્રી ભવન દાસજ રોડ ઉંઝા ખાતે તેમજ પ્રાથમિક શાળા મલેકપુર વડ વડનગર ખાતે ,21 એપ્રિલના રૉજ વિસનગર જી.ડ઼ી હાઇસ્કુલ ખાતે તેમજ રોટરી હોલ વિજાપુર ખાતે સહિત 22 એપ્રિલના રોજ પ્રાથમિક શાળા સી.એચ.સીની બાજુમાં સતલાસણા ખાતે અને નગરપાલિકા હોલ ખેરાલું ખાતે કાર્યક્રમ યોજાનાર છે.

આ મેળાનો મુખ્ય હેતુ આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અને યોજનાઓને જનજાગૃતિ આપવી,આયુષ્યમાન ભારત પી.એમ.જે.વાય મા યોજના અંગેની કામગીરી,ચેપી-બિનચેપી રોગના અટકાયતી પગલાં અંગેની જનજગૃતિ,વિવિધ માસ મિડીયા મારફતે વેલનેસ બિહેવીયર અપનાવવા અંગેની જનજાગૃતિ,આરોગ્ય નિદાન સારવાર,ટેલી કન્લસ્ટેશનની સુવિધાઓ ઉબી કરવી તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવાની છે.

આ પણ વાંચો :  આણંદના સાંસદ મિતેષ પટેલ વિરુદ્ધ બોરસદના કાઉન્સિલરે સોશિયલ મીડિયા બેફામ પોસ્ટ મુકતાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો :  રાજકોટ બાદ મોરેશિયસના PM આજે અમદાવાદની મુલાકાતે, એરપોર્ટથી હાંસોલ સુધી રોડ શો યોજશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">