ચોખામાંથી બનાવો હોમ મેઇડ બોડી લોશન

ચોખામાંથી બનાવો હોમ મેઇડ બોડી લોશન

લોકડાઉનના સમયમાં લોકોએ ઘરે બેઠા બેઠા નવી નવી વાનગીઓ બનાવવાની રીત તો શીખી લીધી હશે, પણ આજે અમે તમને બતાવીશું ઘરે બેઠા બેઠા કેવી રીતે એક સામાન્ય વસ્તુમાંથી તમે બોડી લોશન બનાવી શકો છો. જેને લગાવ્યા બાદ તમારી ત્વચા પણ એકદમ ગ્લોઈંગ થઇ જશે. જો તમે શાઈનિંગ અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો બહાર […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Dec 11, 2020 | 8:47 PM

લોકડાઉનના સમયમાં લોકોએ ઘરે બેઠા બેઠા નવી નવી વાનગીઓ બનાવવાની રીત તો શીખી લીધી હશે, પણ આજે અમે તમને બતાવીશું ઘરે બેઠા બેઠા કેવી રીતે એક સામાન્ય વસ્તુમાંથી તમે બોડી લોશન બનાવી શકો છો. જેને લગાવ્યા બાદ તમારી ત્વચા પણ એકદમ ગ્લોઈંગ થઇ જશે.

જો તમે શાઈનિંગ અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો બહાર માર્કેટમાં મળતા મોંઘા અને મિલાવટી બ્યુટી પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. અમે જે તમને નુસખો બતાવવા જઈ રહ્યા છે તે અપનાવ્યા બાદ તમારે પાર્લરમાં જવાની પણ જરૂર નથી. જેમાં તમારે વધારે વસ્તુઓની જરૂર પણ નથી, ફક્ત થોડા ચોખાથી તમારું કામ થઇ જશે.

ચોખા દરેકના રસોડામાં હોય જ છે. જે તમારી સ્કિનને ગ્લોઈંગ રાખવામાં મદદ કરશે. તેનાથી તમારા ચહેરાના દાગ ધબ્બા થોડા જ સમયમાં દૂર થઇ જશે. આવો તમને બતાવીએ કે કેવી રીતે ચોખામાંથી બોડી લોશન બનાવી શકાય.

સૌથી પહેલા ચોખાને સારી રીતે ધોઈને તેની ગંદકી દૂર કરો. હવે જ્યાં સુધી ચોખા નરમ ન થાય ત્યાં સુધી તેને ગરમ પાણીમાં ઉકાળો. જયારે ચોખા નરમ થઇ જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડા કરવા મુકો. તે પછી તેને મિક્ષરમાં પીસીને સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં વિટામિન ઈ તેલના થોડા ટીપા નાંખો. આ તેલ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર હોય છે. પેસ્ટને એક બરણીમાં ભરીને ફ્રિજમાં મુકો. તેને તમે ચાર દિવસ સુધી વાપરી શકો છો.

આ પણ વાંચોઃશારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવવાનું ફરી શરૂ કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati