મન હોય તો માળવે જવાય, નડિયાદની માહી પટેલે અમેરિકન આર્મીમાં સ્થાન મેળવ્યું

|

Oct 07, 2021 | 2:38 PM

નડિયાદના વીણા ગામની 22 વર્ષીય માહીએ અમેરિકાની આર્મીમાં સ્થાન મેળવ્યું છે. માહી પટેલના પિતા જિજ્ઞેશભાઈ અને રૂપલબેન વર્ષોથી અમેરિકામાં વસ્યા હતા.

મન હોય તો માળવે જવાય, નડિયાદની માહી પટેલે અમેરિકન આર્મીમાં સ્થાન મેળવ્યું
Mahi Patel from Gujarat Nadiad joins US Army at age 22 ( File Photo)

Follow us on

ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય એટલે કે દ્રઢ ઈચ્છા શકિત હોય તો કોઇ પણ લક્ષ્ય પ્રાપ્ત ક્રરવું અઘરૂ નથી. આવું જ કરી બતાવ્યું છે ગુજરાતના(Gujarat)નડિયાદના(Nadiyad)વીણા ગામની ૨૨ વર્ષની માહી પટેલે.(Mahi Patel) તેણે અમેરિકન આર્મીમાં(American Army)સ્થાન મેળવી છે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે.

જેમાં મૂળ નડિયાદના વીણા ગામની 22 વર્ષીય માહીએ અમેરિકાની આર્મીમાં સ્થાન મેળવ્યું છે. માહી પટેલના પિતા  જિજ્ઞેશભાઈ અને રૂપલબેન વર્ષોથી અમેરિકામાં વસ્યા હતા. જ્યાં તેમણે નાનકડા વ્યવસાયથી જીવનની સફરની શરૂઆત કરી હતી. જો કે તેમની પુત્રી માહી પટેલના ,મનમાં સતત આર્મીમાં જોડાવવાની તેની ઉંમર વધતાંની સાથે સાથે પ્રબળ બનતી હતી.

માહી પટેલ નાનપણથી આર્મીમાં જોડાવવા માગતી હતી. તેથી તે હંમેશાં સ્કૂલ-કૉલેજના સ્પોર્ટ્સ એક્વિટી સહિત વિવિધ સ્પર્ધામાં ભાગ લેતી હતી. તેમજ કૉલેજ દરમિયાન તેને લશ્કરી તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે અમેરિકન આર્મીમાં જોડાવવા માટેની લશ્કરી પરીક્ષા પાસ કરી હતી અને આજે તેણે પોતાનું સપનું સાકાર થયું છે. વર્ષ 1999માં જન્મેલી માહી પટેલ અમેરિકા સ્થિત આર્મી કેમ્પમાં રહીને દેશની સુરક્ષા કરી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

માહીના પિતા જિજ્ઞેશ પટેલની ઈચ્છા હતી કે તેમનાં બાળકો ગુજરાતી સંસ્કૃતિથી જોડાયેલા રહે. એ પણ ગુજરાતી લખતાં-વાંચતા શીખે. પોતાની ધરોહર અને માતૃભાષાને પ્રેમ કરે. એટલે તેમણે 8 મહિનાની માહીને વીણા પોતાના ભાઈ સાથે રહેવા મોકલી દીધી હતી. માહી 5 વર્ષ સુધી પોતાના કાકાને ત્યાં રહેતી હતી. ત્યાર બાદ અમેરિકામાં જઈને તેણે પોતાનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, પીએમ મોદી અને લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ, મેનકા-વરૂણ ગાંધીની બાદબાકી

આ પણ વાંચો : RAJKOT : નવરાત્રિ ટાણે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો, સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં વધારો

Published On - 2:35 pm, Thu, 7 October 21

Next Article