ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, પીએમ મોદી અને લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ, મેનકા-વરૂણ ગાંધીની બાદબાકી

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. આ કારોબારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. આ કારોબારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ આ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો પણ સમાવેશ થયો છે. કાયમી આમંત્રિતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ કારોબારીમાં સમાવેશ થયો છે. આ સાથે જ ભારતીબેન શિયાળ, રમીલાબેન બારાને પણ કારોબારીમાં સ્થાન મળ્યું છે.

ભાજપે ગુરુવારે રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતાઓ એલ.કે. અડવાણી ,ડૉ.મુરલી મનોહર જોશી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને દરેક રાષ્ટ્રીય પદાધિકારીનો સમાવેશ થયો છે.

રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં 50 વિશેષ આમંત્રિતો અને 179 કાયમી આમંત્રિતો હશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ વિધાનસભા અને વિધાન પરિષદમાં ધારાસભ્ય પક્ષના નેતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચા પ્રમુખ, રાજ્ય પ્રભારી / સહપ્રભારી પ્રદેશ પ્રમુખ જોડાયા છે.

કારોબારીમાં કુલ 309 સભ્યો જાહેર કરાયા
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કુલ 309 સભ્યો જાહેર કરાયા છે. આ વખતે લખીમપુર હિંસા અંગે સતત અવાજ ઉઠાવનાર મેનકા ગાંધી અને વરુણ ગાંધીનું નામ પણ કારોબારીની યાદીમાંથી બહાર છે. રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધનનાં નામ સામેલ છે. સાથે જ પાર્ટીના તમામ પદાધિકારીઓ, મોરચાના પ્રમુખો, તમામ પ્રવક્તાઓ, તમામ રાજ્યોના પ્રમુખોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કારોબારી શું છે?
હકીકતમાં, રાષ્ટ્રીય કારોબારી પાર્ટીની મુખ્ય વિચારશીલ સંસ્થા છે, જે સરકાર સામેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સંગઠનના એજન્ડાને આકાર આપવા માટે મળે છે. કોરોના રોગચાળાને કારણે, લાંબા સમયથી કારોબારીની બેઠક યોજાઈ નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati