મહારાષ્ટ્ર વીજ ઉત્પાદન ક્ષમતામા બીજા ક્રમે, જાણો ગુજરાત ક્યાં સ્થાને ?

|

Mar 23, 2023 | 1:33 PM

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MOSPI) દ્વારા વર્ષ 2023 માટે 'એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા' રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 'એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા' રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાત કયા સ્થાને છે. તે જાણો

મહારાષ્ટ્ર વીજ ઉત્પાદન ક્ષમતામા બીજા ક્રમે, જાણો ગુજરાત ક્યાં સ્થાને ?

Follow us on

ગુજરાત રાજ્ય વિકાસશીલ રાજ્યના નામે ઓળખાય છે. ગુજરાતમાં ઔદ્યોગિક સતત વિકાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત વીજ ઉત્પાદનક્ષેત્રે દેશમાં પહેલા નંબરે આવ્યુ છે. કેન્દ્ર સરકારના મંત્રાલયે આ વાતની સાબિતી આપી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MOSPI) દ્વારા વર્ષ 2023 માટે ‘એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા’ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ‘એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા’ રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો : Gujarati VIDEO : રાજ્યમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કોરોનાના વધતા કેસ સહિત આ મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના

2023માં ગુજરાતે 37.35 ગીગાવોટ (GW) વીજ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત થયો છે. જે મહારાષ્ટ્રના 36.12 ગીગાવોટ કરતાં વધારે હતી. 2022માં મહારાષ્ટ્ર 36.84 ગીગાવોટની ક્ષમતા સાથે પ્રથમ હતું. જ્યારે 2022માં ગુજરાત 33.91 ગીગાવોટ સાથે બીજા સ્થાને આવ્યું હતું. એક વર્ષમાં ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં 10 ટકાનો વધારો થયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગુજરાત પ્રથમ સ્થાને

2022ના રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં 36.12 GW વીજ ઉત્પાદન ક્ષમતા સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. જ્યારે ગુજરાત 33.91 ગીગાવોટની ક્ષમતા સાથે બીજુ સ્થાન મેળવ્યુ હતું. 2023ના અહેલા મુજબ આ વર્ષે ગુજરાત 37.35 ગીગાવોટ વીજ ઉત્પાદન સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ છે. જ્યારે મહારાષ્ટ્ર બીજુ સ્થાને મેળવ્યું છે. એક વર્ષમાં ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં 10%નો વધારો કર્યો છે. ભારતમાં વીજ ઉત્પાદન કરતા ટોચની યાદીમાં 5 રાજ્યોનો સમાવેશ થયો છે. 28.76GWની સ્થાપિત ક્ષમતા સાથે રાજસ્થાન, 27.13GW સાથે તમિલનાડુ અને 22.94GW સાથે આંધ્રપ્રદેશનો સમાવેશ થયો છે.

દેશના વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા 5 ટોચના રાજ્ય

જ્યારે ગુજરાત પવન ઉર્જા સંભવિતતામાં તમિલનાડુ પછી બીજા ક્રમે આવે છે. તે રાજસ્થાન અને કર્ણાટક પછી સૌર ઉર્જા સંભવિતતામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 4.35 લાખ બાયોગેસ પ્લાન્ટ, 45,860 સોલાર ફોટોવોલ્ટેઇક (SPV) સિસ્ટમ્સ, SPV સાથે 11,981 પંપ અને 22.58 મેગાવોટની વેસ્ટ-ટુ-એનર્જી ક્ષમતા ધરાવે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના વીજ ભાવ

ભારતમાં લગભગ દરેક ઘરમાં વીજળીનું જોડાણ છે. અને દર મહિને વીજળીનું બિલ દરેકના ઘરે આવે છે. પરંતુ, ઘણા લોકોને ખબર નથી કે તેમના 1 યુનિટ વીજળીની કિંમત કેટલી છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા સમય પ્રમાણે 1 યુનિટ વીજળીના ભાવમાં ફેરફાર થતો રહે છે. ઘરેલું કનેક્શન અને કોમર્શિયલ કનેક્શન માટે 1 યુનિટ વીજળીની કિંમત અલગ-અલગ રીતે નક્કી કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ધરેલુ વીજળીનો યુનિટ દીઠ ભાવ 3.44 રુપિયા છે. જ્યારે ગુજરાતમાં ધરેલુ યુનિટ દીઠ ભાવ 2.65 રુપિયા ભાવ છે.જ્યારે વ્યવસાહિક ક્ષેત્રે યુનિટ દીઠ ભાવ 3.05 રુપિયા છે.

Next Article