લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતના આ 7 ઉમેદવારોના નામની કરી જાહેરાત

|

Mar 14, 2024 | 5:22 PM

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી તુષાર ચૌધરી, વલસાડથી અનંત પટેલ અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવે છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવે છે. જ્યારે કચ્છથી કોંગ્રેસે નિતિશ લાલણને ટિકિટ આપી છે.

કોંગ્રેસે બે ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્યને આપી ટિકિટ

કોંગ્રેસે જે સાત ઉમેદવારો જાહેર કર્યા છે તેમા બે સિટિંગ ધારાસભ્યો એક પૂર્વ ધારાસભ્ય છે અને ચાર નવા ચહેરા પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે ગુજરાતની જે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. તેમા 5 બેઠકો પર ભાજપે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જેમા કચ્છથી ભાજપે વિનોદ ચાવડાને ટિકિટ આપી છે.  જેની સામે કોંગ્રેસે નિતિશ લાલણને ટિકિટ આપી છે. બનાસકાંઠાથી ભાજપે ડૉ રેખા ચૌધરીને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અમદાવાદ પશ્ચિમથી ભાજપે દિનેશ મકવાણાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. વલસાડથી ભાજપના પ્રભુ વસાવાની સામે કોંગ્રેસે અનંત પટેલ પર પસંદગી ઉતારી છે. આ તરફ પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે ટક્કર જામશે.

5 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો બદલ્યા

ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે કદાવરની સામે કદાવર અને જ્ઞાતિની સામે જ્ઞાતિનુ સમીકરણ સેટ કર્યુ છે. જેમા 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી હતી તેમા જેમને પડતા મુકાયા છે. તેમા વલસાડથી જીતુ ચૌધરીને પડતા મુકાયા છે. ગત લોકસભામાં કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકિટ આપી હતી. જેમને આ વખતે પડતા મુકી કોંગ્રેસે દક્ષિણ ગુજરાતના અનંત પટેલને ટિકિટ આપી છે.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

બારડોલીની જો વાત કરીએ તો ગત લોકસભામાં કોંગ્રેસે બારડોલીથી ડૉ તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. આ વખતે પણ ચર્ચાઓ હતી કે કોંગ્રેસ તેમને રિપીટ કરશે પરંતુ કોંગ્રેેસે તેમને રિપીટ ન કરતા  સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે.

ગત ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠાથી પરબત પટેલને ટિકિટ આપી હતી જેની સામે કોંગ્રેસે પરથી ભટોળને મેદાને ઉતાર્યા હતા. આ વખતે ભાજપ કોંગ્રેસ બંનેએ બનાસકાંઠાથી ઉમેદવારો બદલ્યા છે. ભાજપે ડૉ રેખા ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ઠાકોર ચહેરો અને વાવથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.

કચ્છથી કોંગ્રેસે ગત ચૂંટણીમાં નરેશ મહેશ્વરીને ટિકિટ આપી હતી જેમને પડતા મુકી આ વર્ષે નિતિશ લાલણને ટિકિટ આપી છે.  ભાજપે ગત ચૂંટણીમાં પણ વિનોદ ચાવડાને ટિકિટ આપી હતી અન આ વખતે પણ તેમને રિપીટ કર્યા છે.

અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે 2019માં ગીતા પટેલને ટિકિટ આપી હતી જેમનુ પત્તુ કાપી આ વખતે અહીંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી છે. ભાજપે આ બેઠક પર ગત ચૂંટણીમાં હસમુખ પટેલને ટિકિટ આપી હતી.

પોરબંદરથી કોંગ્રેસે પાટીદાર સામે પાટીદાર ચહેરા પર પસંદગી ઉતારી છે. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે હંમેશા આગળપડતા રહેતા અને રામ મંદિર મુદ્દે પોતાની પાર્ટીને પણ રોકડુ પરખાવનારા લલિત વસોયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. ભાજપે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. જેની સામે લેઉવા પાટીદાર સામે લેઉવા પાટીદાર ચહેરા પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે. કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીમાં પણ લલિત વસોયાને ટિકિટ આપી હતી. જે ભાજપના રમેશ ધડુક સામે હારી ગયા હતા. લલિત વસોયા 2017ની વિધાનસભામાં ધોરાજી બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને જીત્યા હતા. કોંગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરી વસોયાને ધોરાજીથી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે તેઓ ભાજપના મહેન્દ્ર પાડલિયા સામે હારી ગયા હતા.

અમદાવાદ પશ્ચિમની જો વાત કરીએ તો ગત ચૂંટણીમાં ભાજપના કિરીટ સોલંકી સામે કોંગ્રેસે રાજુ પરમારને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં ભાજપે અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસ ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણા માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી રહેલા શાંતાબેન મકવાણાના પુત્ર છે.

કોંગ્રેસે જાહેર કરી બીજી યાદી

આ પણ વાંચો: કોંગ્રેસની CECની બેઠકમાં 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારોના નામ પર થયુ મંથન, ગુજરાતમાં આ ઉમેદવારને ગયા ફોન- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:21 pm, Tue, 12 March 24

Next Article