VIDEO: રાજ્ય પર ‘મહા’નો ખતરો, જુઓ ‘મહા’ વાવાઝોડાનું LIVE લોકેશન
રાજ્ય પર મહા વાવાઝોડાનો ખતરો તોળાતો જઈ રહ્યો છે. વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. જે 6 નવેમ્બરે દીવ અને પોરબંદરની વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. જેને લઈ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવાની સૂચના આપી દીધી છે. જ્યારે વાવાઝોડું ત્રાટકશે તે સમયે 100થી 120 કિલોમીટરની ઝડપે […]

રાજ્ય પર મહા વાવાઝોડાનો ખતરો તોળાતો જઈ રહ્યો છે. વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. જે 6 નવેમ્બરે દીવ અને પોરબંદરની વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. જેને લઈ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવાની સૂચના આપી દીધી છે.
જ્યારે વાવાઝોડું ત્રાટકશે તે સમયે 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેને પગલે દરિયાકાંઠે વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા છે. અત્યાર સુધી આ વાવાઝોડું ઉત્તર વાયવ્ય દિશામાં આગળ વધ્યું અને હવે પશ્ચિમ વાયવ્ય દિશામાં આગળ વધશે. ત્યારબાદ પૂર્વ ઈશાન દિશામાં આગળ વધશે અને ટૂંક સમયમાં અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે બીજીતરફ વાવાઝોડાની અસરથી બુધવાર અને ગુરુવારે રાજ્યભરમાં વરસાદ પડવાની પણ આગાહી છે. સૌરાષ્ટ્રમાં મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. 6 તારીખે એટલે કે બુધવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે 7 તારીખને ગુરુવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો, આગામી 3 દિવસમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે

