પવિત્ર યાત્રાધામ દ્વારકામાં (DWARKA) દરરોજ હજારો યાત્રાળુઓ કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવા આવતા હોય છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે. પણ જળવાતુ નથી.
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં (DWARKA) દરરોજ હજારો યાત્રાળુઓ કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવા આવતા હોય છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ (SOCIAL DISTANCE) રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રવિવારનો દીવસ અને એકાદશી હોય યાત્રાળુઓ ઉમટી પડયા હતા.
દ્વારકાધીશ જગત મંદિર બહાર યાત્રીઓને પ્રવેશ માટે તેમજ બહાર નીકળવા માટે માત્ર એક જ ગેટ ખુલ્લો હોવાથી યાત્રીઓ પરેશાન થયા હતા. તો મંદિર બહાર પરિસરમાં બહારથી આવતા યાત્રીઓ માટે મોબાઇલ કેમેરા રાખવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. જગત મંદિર પૂર્વ દરવાજા બહાર મોબાઇલ કેમેરા રાખવા માટે જે ઓફિસ છે ત્યા વીવીઆઇપીઓની ગાડી રાખવામાં આવે છે સાથે જ ટુ વ્હીલરના ખડકલા જોવા મળ્યા છે. ટ્રાફિકના જવાબદાર અધિકારીઓ ફરજ પર હાજર ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.