KUTCH : ભુજમાં બાયો ડાયવર્સીટી પાર્ક ખંડેર બન્યો, વનવિભાગની ઘોર બેદરકારી છતી થઇ

|

Oct 15, 2021 | 4:52 PM

ભુકંપ બાદ કચ્છના મુખ્યમથક ભુજમાં લોકો કચ્છની વન્ય સંપદાઓ અને કચ્છના જંગલમાં વિચરતા પ્રાણીઓ વિષે માહિતી મેળવી શકે તે મોડ્યુલથી આખુ વન ઉભુ કરાયુ હતુ.

KUTCH : ભુજમાં બાયો ડાયવર્સીટી પાર્ક ખંડેર બન્યો, વનવિભાગની ઘોર બેદરકારી છતી થઇ
KUTCH: Bio-diversity park in ruins in Bhuj, gross negligence of forest department exposed

Follow us on

વિવિધ ઉદ્દેશો સાથે ભુજમાં વનવિભાગ દ્વારા બનાવાયેલ બાયો ડાયવર્સીટી પાર્ક ખંડેર બન્યો છે. જોગીગ ટ્રેક સહિત અનેક સુવિદ્યાઓ વન ખુલ્લુ મુકાયો ત્યારે હતી પરંતુ જાળવણીના અભાવે આજે લોકો મુલાકાત લેતા ધટ્યા છે. વનવિભાગ ખુદ સ્વીકારે છે. યોગ્ય જાળવણી નથી પરંતુ ગ્રાન્ટ મળે ફરી પાર્કને જીવંત કરાશે

કચ્છની વન્ય જીવસૃષ્ટ્રી, વનસ્પતિ અને કુદરતી સૌદર્યને લોકો સારા સ્વાસ્થય સાથે માણી શકે તે માટે એક દાયકા પહેલા વનવિભાગે ભુજમાં પુનિતવન-બાયોડાયર્વરસીટી પાર્ક બનાવ્યો હતો. પરંતુ આજે જાળવણીના અભાવે પાર્ક ખંડેર બન્યો છે. જોગીગ ટ્રેક પર બાવળોનુ સામ્રાજ્ય છે. બેઠક વ્યવસ્થા તુટી ગઇ છે. અને લોકોને વિવિધ જાણકારી માટે બનાવાયેલ કૃતિઓ આજે તુટીલી સ્થિતી છે ત્યારે પાર્કની યોગ્ય જાળવણી થાય તો ફરી લોકો આવતા થાય તેવી આસપાસના રહિસો અને પાર્કની મુલાકાતે આવતા લોકોની માંગ છે. તો અસામાજીક તત્વો આ બાગમાં વધુ આવતા હોવાથી સુરક્ષાની પણ યોગ્ય વયવસ્થાની પણ અપેક્ષા છે.

ભુકંપ બાદ કચ્છના મુખ્યમથક ભુજમાં લોકો કચ્છની વન્ય સંપદાઓ અને કચ્છના જંગલમાં વિચરતા પ્રાણીઓ વિષે માહિતી મેળવી શકે તે મોડ્યુલથી આખુ વન ઉભુ કરાયુ હતુ. તો સનસેટ પોઇન્ટ પણ બનાવાયો હતો પરંતુ કરોડો રૂપીયાનો ખર્ચે અત્યારે એડે ગયો છે. પચ્છિમ કચ્છ વનવિભાગના અધિકારીઓ ખુદ સ્વીકારે છે કે જાળવણીના અભાવે પાર્કની સ્થિતી દયનીય છે. ગ્રાન્ટની માંગણી કરાઇ છે. ટુંક સમયમાં ફરી પાર્ક જીવંત કરાશે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લોકો કુદરતી સૌદર્ય વચ્ચે જ્ઞાન સાથે મનોરંજન મેળવી શકે તેવા અનેકવિદ્દ ઉદ્દેશ સાથે આ પાર્ક તો બન્યો હતો.. પરંતુ સમય જતા તે આજે એક વેરાન બાગ બન્યો છે. ત્યારે કરોડો ખર્ચે પછી ફરી પાર્ક જીવંત થાય તેવી સ્થાનીક લોકોની માંગણી છે. જોકે જોવુ એ રહ્યુ અત્યાર સુધી પાર્કની જાળવણીમાં ઉંણું ઉતરેલુ વનવિભાગ હવે ક્યારે પાર્કને ફરી જીવંત બનાવે છે.

 

આ પણ વાંચો : Cricket: લંડનમાં અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટરની ચાકુના ઘા મારીને હત્યા કરાઈ, અંતિમ શ્વાસ સુધી ખેલાડીએ કહ્યું મારી ભૂલ શું હતી?

આ પણ વાંચો :  JEE Advanced 2021 Topper: JEE એડવાન્સ્ડ 2021 ટોપર મૃદુલે મળ્યવ્યો 10 વર્ષનો સર્વોચ્ચ સ્કોર, જણાવ્યો પોતાનો સફળતાનો મંત્ર

 

Next Article