AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Advanced 2021 Topper: JEE એડવાન્સ્ડ 2021 ટોપર મૃદુલે મળ્યવ્યો 10 વર્ષનો સર્વોચ્ચ સ્કોર, જણાવ્યો પોતાનો સફળતાનો મંત્ર

JEE Advanced 2021 Topper Mridul Agarwal: JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. IIT ખડગપુરે સવારે 10.10 વાગ્યે સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર પરિણામની લિંક એક્ટિવ કરી હતી.

JEE Advanced 2021 Topper: JEE એડવાન્સ્ડ 2021 ટોપર મૃદુલે મળ્યવ્યો 10 વર્ષનો સર્વોચ્ચ સ્કોર, જણાવ્યો પોતાનો સફળતાનો મંત્ર
JEE Advanced 2021 Topper
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 4:56 PM
Share

IIT JEE 2021 Topper Mridul Agarwal: JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. IIT ખડગપુરે સવારે 10.10 વાગ્યે સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર પરિણામની લિંક એક્ટિવ કરી હતી. આ વખતે મૃદુલ અગ્રવાલ IIT JEE એડવાન્સ્ડ 2021 (JEE Advanced topper 2021) ટોપર બન્યો છે. જયપુરના મૃદુલે માત્ર JEE એડવાન્સ્ડ 2021માં ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. પણ એક ઇતિહાસ પણ સર્જ્યો છે. તેણે છેલ્લા 10 વર્ષમાં JEE એડવાન્સ્ડ પરીક્ષામાં સર્વોચ્ચ સ્કોર મેળવ્યો છે.

આ વખતે JEE એડવાન્સ્ડ પરીક્ષા કુલ 360 ગુણ માટે લેવામાં આવી હતી. જેમાંથી મૃદુલને 348 ગુણ મળ્યા છે. ટકાવારીમાં તે 96.66 ટકા મેળવ્યા છે. 2011 પછી આ સ્કોર સૌથી વધુ છે. JEE એડવાન્સ્ડ 2020 ટોપરને 396 માંથી 352 માર્ક્સ મળ્યા છે. એટલે કે 88.88 ટકા. જ્યારે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ સ્કોર 2012માં જેઇઇ એડવાન્સ્ડ ટોપર 96 ટકા મેળવ્યો હતો. ચાલો જાણીએ મૃદુલ અને તેની સફળતાની ટિપ્સ વિશે.

Mridul Agarwal Family

મૃદુલના પિતાનું નામ પ્રદીપ અગ્રવાલ અને માતાનું નામ પૂજા અગ્રવાલ છે. પિતા પ્રદીપ અગ્રવાલ એક ખાનગી કંપનીમાં ફાઇનાન્સ હેડ છે. જ્યારે મા પૂજા ગૃહિણી છે. મૃદુલનો એક નાનો ભાઈ છે, જે હાલમાં 7 માં ધોરણનો વિદ્યાર્થી છે.

માતાપિતા જણાવે છે કે મૃદુલ હંમેશા એક પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યો છે. તેણે CBSE માંથી 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરી છે. મૃદુલે બોર્ડમાં પણ 98.2 ટકા માર્ક્સ મેળવ્યા છે. આ સિવાય મૃદુલને JEE મેઈન ફેબ્રુઆરી સત્રમાં 99.999 પર્સન્ટાઈલ અને JEE મેઈન માર્ચ સત્રમાં 100 ટકા મેળવ્યા હતા.

Mridul Agarwal Success Tips

મૃદુલે જણાવ્યું કે, તે દરરોજ 12 થી 14 કલાક અભ્યાસ કરતો હતો. કોચિંગ ક્લાસ સિવાય, તેમાં 6 થી 7 કલાકનો સેલ્ફી સ્ટડીનો સમાવેશ થતો હતો. આઈઆઈટીની તૈયારી કરવા માટે મૃદુલ એખ ખાનગી કોચીંગમાં ધઓરણ 9થી જોડાઈ ગયો હતો.

મૃદુલ કહે છે કે, જ્યારે કોવિડ રોગચાળો આવ્યો ત્યારે તેણે શાળાના કોચિંગમાં ફિઝિકલ ક્લાસ બંધ થવાને કારણે મળેલા વધારાના સમયનો સંપૂર્ણ લાભ લીધો. આ સમય દરમિયાન તેણે પોતાનો અભ્યાસ લંબાવ્યો. આ દરમિયાન સતત ઓનલાઈન વર્ગોનો પણ ફાયદો થયો. જેમાં તે અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને શંકાઓ દૂર કરતો હતો.

મૃદુલ સમજાવે છે કે, JEEની સમગ્ર તૈયારી દરમિયાન, અન્ય અભ્યાસ સામગ્રીઓ સાથે, તેમણે NCERT પુસ્તકોનું અનુસરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રયોગશાળા માર્ગદર્શિકાનો ભાગ પણ, જ્યાંથી ઘણા રસાયણશાસ્ત્રના પ્રશ્નો પૂછવામાં આવે છે.

મૃદુલ ગૂગલના સીઈઓ (Google CEO) સુંદર પિચાઈને પોતાની પ્રેરણા માને છે. સુંદર પિચાઈની આઈઆઈટી ખડગપુરથી સિલિકોન વેલી સુધીની સફર અને ગૂગલના સીઈઓ બનવાથી તેમને ઘણી પ્રેરણા મળી. તે તેની સફળતા માટે તેના પરિવાર અને શિક્ષકોનો પણ સમાન આભાર માને છે. મૃદુલે કહ્યું કે, તેને મુશ્કેલ સમયમાં પણ તેની માતા તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું.

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">