કોરોના બાદ હવે ભારતમાં પણ બાળકોમાં જોવા મળી રહી છે આ નવી બિમારી, જાણી લો શું છે લક્ષણો અને કેવી રાખવાની છે સાવધાની
અમેરિકા તેમજ યૂરોપ ના દેશોમા ઘણા બાળકોના જીવ એક અજાણ્યા રોગ ના લીધે ગયા છે, હવે આ રોગ ભારત તરફ આવી પોહચ્યો છે. આ રોગ નું નામ છે “મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ”. આ એક દુર્લભ બીમારી છે. બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં 30 […]

અમેરિકા તેમજ યૂરોપ ના દેશોમા ઘણા બાળકોના જીવ એક અજાણ્યા રોગ ના લીધે ગયા છે, હવે આ રોગ ભારત તરફ આવી પોહચ્યો છે. આ રોગ નું નામ છે “મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ”. આ એક દુર્લભ બીમારી છે. બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં 30 થી વધુ કેસો સામે આવી ચુક્યા છે આવ્યું છે. તે ખાસ કરીને જન્મથી લઈને 20 વર્ષ સુધીના લોકોને થઇ શકે છે. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે પરંતુ 1 મહિના અગાઉ સુરતમાં આ બીમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો હતો જો કે બાળકની સારવાર બાદ તે સ્વસ્થ થઇ ગયું હતું. ત્યારે આ બીમારી શું છે અને આ બીમારી કેવી રીતે થાય છે તે જાણીએ..
શું છે બીમારી ના લક્ષણો : બાળકો ને ૧૦૫ કે તેથી વધુ તાવ, પેટમા દુખવુ કે ઉલ્ટી થવી કે ડાયરિયા ની સમસ્યા, આંખોનુ લાલ થવું તેમજ દુઃખાવો થવો, બાળકોના શરીર પર લાલ ચકામા થવા, હોઠ કે જીભ પર લાલ દાણા થવા, શરીર પીળું થવું કે ભૂરું પડી જવું, ખાવાપીવા મા તકલીફ થવી, શ્વાસ લેવામા તકલીફ થવી અથવા શ્વાસ ચઢવાની સમસ્યા, છાતીમા દુઃખાવો, ચીડિયાપણુ કે સુસ્તી લાગવી, હાથ, પગ અથવા ગળા ના ભાગ મા સોજા આવવા અને લાલ થવા.

શા માટે છે મોટો ખતરો? આ રોગ થી શરીરમા ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે અને શરીરમા ફેલાવવા લાગે છે. જેની સીધી અસર શરીર ના જુદા-જુદા મહત્વ ના અંગો પર પડે છે. આ રોગ એકસાથે ઘણા કામ બંધ કરી શકે છે. બાળકો તેનો જીવ પણ આ કારણે ગુમાવી શકે છે.

ધ્યાન રાખવા જેવી અમુક ખાસ બાબતો: પાંચ વર્ષ થી નાની ઉંમરના બાળકોમા વધુ અસર જોવા મળે છે, ધમનીઓમા સોજા આવવા થી હ્દય ને નુકસાન થવાની સંભાવના રહે છે. જેટલી જલ્દી ઓળખ થશે તેટલી જ જલ્દી સાજા થવાની શક્યતા છે. આ કાવાસાકી રોગ ની જેમ ઉપચાર પણ જુદો છે. સિન્ડ્રોમ પ્રભાવિત બાળકોને કોરોના સંક્રમિત થવું શક્ય છે.
ડરવાની નહિ પણ સતર્કતા જરૂરી : જનરલ ઓફ ઈન્ડિયન પીડિયાટ્રિક્સમા પ્રકાશિત થયેલ એક અહેવાલ મુજબ ચેન્નઈ ના બાળકો મા ટોક્સિક ઓફ સિન્ડ્રોમ, કોરોના વાઈરસ, નિમોનિયા તેમજ કાવાસાકી રોગ ના લક્ષણ એકસાથે જોવા મળ્યા હતા. ઈમ્યુનોગ્લોબુલિન તેમજ ટોસીલીઝૂમેબ જેવી દવાઓ આપ્યા બાદ આ રોગગ્રસ્ત બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.