કોડીનારમાં રાજકીય અગ્રણી સામે દુષ્કર્મની ફરિયાદ, પ્રવીણ ઝાલા સામે ફરિયાદથી ખળભળાટ
કોડીનાર પંથકમાં રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલા પર દુષ્કર્મની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો 14 વર્ષની સગીરા ઉપર કોડીનારના રાજકીય અગ્રણીએ સગીરાના મામાની મદદથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સગીરાનાં દાદીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત અનુસાર, 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડીનાર રહેતી હતી. નાની […]
કોડીનાર પંથકમાં રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલા પર દુષ્કર્મની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો 14 વર્ષની સગીરા ઉપર કોડીનારના રાજકીય અગ્રણીએ સગીરાના મામાની મદદથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સગીરાનાં દાદીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત અનુસાર, 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડીનાર રહેતી હતી. નાની સાથે રહેતી ભાણેજને તેના મામાએ ફાર્મ હાઉસમાં કામ કરવાના બહાને મોકલી હતી. જ્યાં સ્થાનિક રાજકીય આગેવાન પ્રવીણ ઝાલાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ સગીરાનાં દાદીને થતાં સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો