સાંસદ ચૂંટાયેલા અભિનેતા રામને ‘અપશબ્દો’ કહેવાનું પ્રાયશ્ચિત આજીવન કરતા રહ્યા

ભગવાન રામને અભિનેતાએ પોતાના કર્મ દરમિયાન ગાળો આપી અને ત્યાર બાદ તેઓ સાંસદ પદે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ પોતાના કર્મ દરમિયાન ભગવાન રામને ખૂબ ધિક્કાર અને તિરસ્કાર દર્શાવનારા અભિનેતા અને પૂર્વ સાંસદ આજીવન પ્રાયશ્ચિત કરતા રહ્યા હતા. પૂર્વ સાંસદે આ વાતને અનેક વાર કબૂલી હતી.

સાંસદ ચૂંટાયેલા અભિનેતા રામને 'અપશબ્દો' કહેવાનું પ્રાયશ્ચિત આજીવન કરતા રહ્યા
અભિનેતા સતત માંગતા રહ્યા 'માફી'
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 2:44 PM

500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા છે. ભવ્ય મંદિર બંધાયુ અને તેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ દરમિયાન કેટલાક નેતાઓએ રામ મંદિરને લઈ નિવેદનો કર્યા હતા અને કેટલાક નેતાઓએ પક્ષના સ્ટેન્ડને જોઈ પાર્ટીથી છેડાં ફાડી લીધાનું જોવા મળ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં આ માહોલ જોવા મળ્યો. રામ મંદિર મહોત્સવને લઈ નિવેદન કરવાને લઈ તેની અસર પણ જેતે રાજકીય પક્ષના નેતાઓના ગમા અણગમા સામે આવ્યા હતા.

એક અભિનેતાએ વર્ષો પહેલા ભગવાન શ્રી રામને અપશબ્દો કહ્યા હતા. જે બાદમાં અભિનેતાથી સાંસદ તરીકે ચૂંટણીમાં ચૂંટાયા હતા. અભિનેતાએ પોતાના કર્મને લઈ આ અપશબ્દો કહ્યા હતા. જેનો વસવસો તેમને આજીવન થતો રહ્યો હતો. આ માટે તેઓ આજીવન તેઓ ભગવાન રામની માફી માંગતા રહ્યા હતા. હવે તમને સવાલ થતો હશે કે, અભિનેતાથી સાંસદ થનાર અને રામની માફી સતત માંગનાર કોણ હશે? વાત અરવિંદ ત્રિવેદીની છે. જે લંકેશ તરીકે જાણીતા બન્યા હતા. તેઓ અંતિમ શ્વાસ સુધી રામ નામ જપતા રહ્યા હતા. રામાયણના લંકેશની જાણી અજાણી વાતો પર કરીએ નજર

રાવણનો અભિનય કરી અપશબ્દો કહ્યા

ગુજરાતી ચલચિત્રોમાં ખૂબ જ જાણીતા ભાઈઓ એટલે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી. આ બંને ભાઈઓની જોડીનો ગુજરાતી ચલચિત્ર જગતમાં એક જમાનો હતો. અરવિંદ ત્રિવેદીએ 1986 માં પ્રસારિત થયેલ ટેલીવિઝન ધારાવાહિક રામાયણમાં રાવણના પાત્રનો અભિનય કર્યો હતો. આ અભિયન એટલો જબરદસ્ત કર્યો હતો કે, એ પાત્રને એટલો ન્યાય આજસુધી અન્ય કોઈ અભિનેતા ફરીથી આપી શક્યો નથી એમ કહી શકાય. એ અટ્ટાહાસ્ય આજે પણ લોકોના કાનમાં ગૂંજી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ભગવાન રામને માટે અભિનય દરમિયાન અરવિંદ ત્રિવેદીએ રાવણના પાત્રને ભજવતા ખૂબ જ અપશબ્દ કહ્યા હતા. અરવિંદ ત્રિવેદીના જ શબ્દોમાં કહીએ તો, તેઓએ રામને ખૂબ જ ગાળો આપી હતી. રામને ગાળો આપવાને લઈ તેમના મનમાં ખૂબ જ પ્રાયશ્ચિત ભાવ પેદા થતો હતો. પરંતું પાત્રને અનુરુપ એ જરુરી હતું. બાદમાં આ અપશબ્દોને લઈ તેમના મનમાં સતત માફી મેળવવાનો ભાવ રહ્યો હતો.

ભગવાનને સારા ભાવને દેખાડવા અપશબ્દ કહ્યા

હયાતીમાં અરવિંદ ત્રિવદીએ થોડા વર્ષ અગાઉ ઇડરમાં રામનવમી વખતે TV9ના સંવાદદાતાની સાથે વાતચીતમાં કહ્યું હતુ કે, કેમ તેઓએ ભગાવન રામને અપશબ્દો કહ્યા હતા. ભગવાન રામને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી, મર્યાદા પરશોત્તમ વિશે વાત કરવા શબ્દો ખૂટે છતા તેમની શ્રીરામ તરીકેની છબીને વર્ણવવી મુશ્કેલ છે. ભગવાન રામમાં રહેલા દરેક સારા ભાવને યોગ્ય રીતે ધારાવાહિકમાં દર્શાવી શકાય એવો એમનો ભાવ હતો. આ માટે તેઓ ભગવાનને ધિક્કારવાના દરેક પ્રસંગ વેળા અપશબ્દો કહેતા.

અરવિંદ ત્રિવેદીના શબ્દોમાં, મારો રામ જે છે એ ભાવ અને ગુણોથી ભરપૂર દર્શકોને જોવા મળે એ ભાવ હતો એટલે જ તેમને રાવણના પાત્ર થકી ખૂબ ધિક્કારતો હતો. રામ ભગવાનને માટે ખૂબ તિરસ્કાર દર્શાવતા અને અપશબ્દો કહેતા હતા.

Arvind Trivedi Lankesh

રામાયણના શૂટિંગ પર જતા અગાઉ માફી માંગતા

શૂટિંગ પહેલા રામના મેળવતા આશિર્વાદ

લંકેશે વાતચીત દરમિયાન અનેકવાર કહ્યુ હતુ કે, તેઓ રાવણના પાત્રને ભજવતી વેળા ઘરેથી નિકળતા દરરોજ તેઓ ભગવાન રામના આશિર્વાદ લેતા હતા અને સાથે જ માફી માંગતા હતા. આશિર્વાદ લેતા કહેતા કે, તમે જે સ્વરુપે છો, એ સ્વરુપે જોવા મળો એ માટે રાવણના પાત્રને ખૂબ સારી રીતે અને હું ખૂબ તિરસ્કૃત પાત્ર ભજવું. સાથએ જ માફી માંગતા કે ભગવાન રામ તમારા જ સુંદર સ્વરુપને જોવા માટે અપશબ્દો કે ગાળો રાવણના પાત્રનો અભિનય કરવા દરમિયાન આપવાને લઈ માફ કરશો.

આમ રામ ભગવાનના જ આશિર્વાદ લઈને ઘરેથી નિકળીને ધારાવાહિકના શૂટિંગ માટે નિકળતા હતા. હ્રદયમાં રામને યાદ કરીને તેઓ શૂટિંગના સ્થળ પર રાવણનો અભિનય કરતા અને એ અટ્ટાહાસ્ય પાછળ રામ જે છે એ જ દેખાય એવી મનોમન સતત પ્રાર્થના કરતા રહેતા હતા.

જીવનભર કરતા રહ્યા પશ્ચાતાપ

રાવણના પાત્રને ભજવીને ખૂબ જ લોકપ્રિય થયેલા અરવિંદ ત્રિવેદી રામાયણના શૂટિંગના પૂર્ણ થયા બાદ પણ સતત ભગવાન રામની માફી માગતા રહ્યા હતા. આજીવન તેઓ રામ નામને જપતા રહ્યા હતા. 82 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓના મુખે રામનું નામ પ્રાયશ્ચિત ભાવ સાથે હતું. અનેકવાર TV9 સંવાદદાતા સાથે અરવિંદ ત્રિવેદીની હયાતીમાં મુલાકાતો થઈ હતી. તે દરેક વખતે તેઓ આ ભાવ સતત વાતોમાં વ્યક્ત કરતા નજર આવ્યા હતા.

તેઓએ નિયમિત રામની ભક્તિ કરતા અને રામની પૂજા પાઠ કરતા હતા. અરવિંદ ત્રિવેદી શિવ ભક્ત હતા, તેઓને શિવમાં ખૂબ શ્રદ્ધા હતી અને તેઓના મુખે શિવજીની ભક્તીના શબ્દો નિકળે એટલે તે મંત્રમુગ્ધ કરી દેતા હતા. એ જ શિવ ભક્ત રામ ભગવાનને ખૂબ ભજતા હતા. રામની ભક્તિ કરવા સાથે સતત ભગવાન રામને અંતિમ શ્વાસ સુધી માફી માંગતા હતા.

Arvind Trivedi Lankesh

રામ ભક્ત ‘લંકેશ’

રામનવમી ઈડરમાં ઉજવતા

ભગવાન રામની મૂર્તી લંકેશે પોતાના જ ઘરમાં સ્થાપી હતી. સાડા ચાર ફૂટની આરસપહાણની સુંદર મુર્તી ઘરમાં જ સ્થાપના કરાવી હતી. જેની પ્રતિષ્ઠા તેઓએ મોરારીબાપુના હસ્તે વર્ષ 2001માં કરાવી હતી. ત્યારથી તેઓ દર વર્ષે ઈડરમાં તેમના ઘરે રામ નવમીના તહેવારની ઉજવણી કરતા હતા. મુંબઈથી મિત્રો તેમના પરિવારજનો તથા સગા સંબંધીઓ જેમાં ઉપસ્થિત રહેતા હતા. લંકેશ ભગવાન રામના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવતા હતા.

ઇડરનું કુકડીયા ગામ એ લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીનું વતન છે. તેમનો બંગલો પણ ઇડર શહેરમાં અંબાજી સ્ટેટ હાઇવે પર આવેલો છે. જ્યાં લંકેશ મુંબઈથી આવીને રોકાણ કરતા હતા. લંકેશ રામ નવમીએ પોતાના ઘરે રામ જન્મોત્સવ ઇડરના આ જ બંગલા પર ઉજવતા હતા. તેમજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પણ નિયમીત આયોજન કરતા હતા. હનુમાનજીની પણ ભક્તી તેઓ કરતા હતા. જેમાં સ્થાનિક લોકો અને તેમના મિત્રો અને કુકડીયા ગામના લોકો જોડાતા હતા. લંકેશ ઇડરમાં સેવાકીય પ્રવૃત્તિ પણ ચલાવતા હતા. અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે તેઓ કેમ્પનું આયોજન કરતા હતા.

250 ફિલ્મોમાં અભિનય આપ્યો

અરવિંદ ત્રિવેદીએ અભિનેતા તરીકે મુખ્ય હિરો, ખલનાયક, સહાયક અભિનેતા અને ચરિત્ર અભિનેતા મળીને અઢીસોથી વધારે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ હિન્દી અને ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકમાં પોતાનો અભિનય આપ્યો છે. રામાયણમાં લંકાપતિ રાવણ ઉપરાંત વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ તેઓએ અભિનય કર્યો હતો.

અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ચાર દાયકા સુધી અભિનેતા તરીકે કામ કર્યુ હતુ. આ દરમિયાન તેઓએ જેસલ તોરલ, કુંવરબાઇનું મામરું, હોથલ પદમણી, સંતુ રંગીલી, મહિયારો, ઢોલી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

1991 માં સાંસદ તરીકે ચૂંટાયા

અભિનય ક્ષેત્રે લંકાપતિ રાવણના પાત્રને ભજવ્યા બાદ અરવિંદ ત્રિવેદીની લોકપ્રિયતા ટોચ પર હતી. આ દરમિયાન લંકેશ તરીકે તેઓ દેશભરમાં જાણીતા થયા હતા. તેઓને લંકેશ તરીકેની ઓળખ બની ગઈ હતી. આ દરમિયાન વર્ષ 1991 માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અરવિંદ ત્રિવેદીને ઉમેદવાર બનાવ્યા હતા. અરવિંદ ત્રિવેદી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

Arvind Trivedi Lankesh

સાસંદ ચૂંટાયા અરવિંદ ત્રિવેદી

ભાજપે સાબરકાંઠાથી અરવિંદ ત્રિવેદી એટલે કે લંકેશને મેદાને ઉતાર્યા હતા તો, વડોદરા બેઠક પરથી દિપિકા ચિખલિયાને ઉમેદવાર બનાવ્યા હતા. જેમણે રામાયણમાં સીતા માતાની ભૂમિકા નિભાવી હતી. આમ લંકેશ અને સીતા માતાનો રોલ નિભાવનારા અભિનેતાનો વિજય થયો હતો. વર્ષ 2002માં તેઓ કેન્દ્રિય ફિલ્મ નિર્માણ બોર્ડના કાર્યકારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">