જાણો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે પ્રભુને શું પ્રાથર્ના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.

જાણો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે પ્રભુને શું પ્રાથર્ના કરી
Know what Gujarat Chief Minister Bhupendra Patel prayed to God in the new year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 10:00 AM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં  દર્શન પૂજન થી કર્યો છે. મુખ્યમંત્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા.

સી એમ ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારો ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની  આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી  પ્રભુને  પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રી એ સૌ સમાજ વર્ગો ની શકિત ક્ષમતા ઉજાગર કરીને સૌના સહયોગ થી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુખ્યમંત્રી સાથે પંચદેવ મંદિર દર્શનમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,ગાંધીનગરના મેયર હિતેશ ભાઈ તેમજ મહાનગર ના કોર્પોરેટરઓ,શહેર ભાજપ પ્રમુખ રુચિર ભાઈ તેમજ અગ્રણીઓ જોડાયા હતા અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રીને  દાદા ભગવાન પરિવારના અગ્રણીઓએ આવકાર્યા હતાપંચદેવ મંદિર અને ત્રિ મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનો ને પણ મુખ્યમંત્રીએ સાલ મુબારક પાઠવ્યા હતા

જણાવી દઈએ કે CM સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

મુખ્યમંત્રી નૂતન વર્ષના’ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ લખ્યું કે ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.

આ પણ વાંચો : Diwali પર્વે સોનું ખરીદતા પહેલા જાણી લો ઇન્કમ ટેક્સના આ નિયમ નહીંતર આવશે નોટિસ

આ પણ વાંચો : આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિને ચમકાવવા માટે નારિયેળ પાણીથી ધોવાઈ, જાણો શું છે આ મૂર્તિમાં ખાસ

g clip-path="url(#clip0_868_265)">