જાણો ગુજરાતમાં કેવી છે કોરોના રસીકરણ અભિયાનની સ્થિતિ

ડિસેમ્બર માસના અંત સુધી રાજ્યમાં કોરોના વેક્સિન લેવા પાત્ર 100 ટકા લોકો કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ તેવા પ્રયત્નો સરકારે હાથ ધર્યા છે.

જાણો ગુજરાતમાં કેવી છે કોરોના રસીકરણ અભિયાનની સ્થિતિ
Corona Vaccine

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમક્રોનની (Omicron)દહેશત વચ્ચે વેકસીનેશનની (Vaccination) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરથી લોકોને બચાવવા સરકાર દ્વારા કોરોના વેકસીનેશનેને લઈને તમામ સત્તામંડળોએ કામગીરી કરવા માટે તાકીદ પણ કરી દીધી છે.

તેમજ ડિસેમ્બર માસના અંત સુધી રાજ્યમાં કોરોના વેક્સિન લેવા પાત્ર 100 ટકા લોકો કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ તેવા પ્રયત્નો સરકારે હાથ ધર્યા છે.

જેમાં હાલ રાજ્યમાં કોરાના રસીનો પ્રથમ ડોઝ રસી લેવા પાત્ર 93 ટકાએ લોકોએ લઇ લીધો છે. જ્યારે બીજો ડોઝ હજુ સુધી 70 ટકા લોકોએ લીધો છે.જેના પગલે રાજય સરકાર દ્વારા કોરોના રસી લેવા પાત્ર બાકી લોકો પ્રથમ અને બીજો ડોઝ ઝડપથી લે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાતના અત્યાર સુધી  કુલ રસીકરણ 8.06 કરોડ થઇ ગયું છે. જેમાંથી 4.58 કરોડને પહેલો ડોઝ જ્યારે 3.48 કરોડને બંને  ડોઝ આપવામાં આવ્યા   છે. રાજ્યની રસી લેવા  પાત્રની વસ્તી  4.93 કરોડ મુજબ, 93 ટકાને પહેલો ડોઝ અને 70 ટકાને બંને ડોઝ મળી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, 21મી ઓક્ટોબરે દેશમાં 100 કરોડ રસીકરણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 90 ટકા લોકોને પહેલો ડોઝ અને 47 ટકા લોકોને બંને ડોઝ મળ્યો છે. 21મી ઓક્ટોબરના આંકડાઓ પ્રમાણે, 4.42 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.35 કરોડને બીજો ડોઝ પણ અપાયો છે. એ વખતે કુલ રસીકરણનો આંક 6.76 કરોડ હતો જે વધીને હાલમાં 8.06  કરોડ થયો છે.

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનમાં 30 નવેમ્બરે રાજ્યમાં કુલ 5,38,943 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,56,461 (8 કરોડ 10 લાખ 56 હજાર 461) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગુજરાતની અલગ અલગ કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા કોરોના રસીના બીજા ડોઝની કામગીરી માટે કમર કસી છે . જેમાં અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે જો કે બીજા ડોઝ લેવાના બાકી લોકો માટે પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.

જેના પગલે બીજા ડોઝનું પણ 100 રસીકરણ ઝડપથી પૂર્ણ કરી શકાય. આ ઉપરાંત બીજા ડોઝ માટે ડોર ટુ ડોર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  કેશવ પ્રસાદ મૌર્યએ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા એક નવું સૂત્ર આપ્યું , ‘અયોધ્યા-કાશી યથાવત છે, મથુરાની હવે તૈયારી છે’

આ પણ વાંચો :  Surat : નર્મદ યુનિવર્સીટીનો ‘કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના’ જેવો ઘાટ, વિકાસ માટે સરકાર સમક્ષ 3 હજાર કરોડનો ડ્રાફ્ટ પ્લાન રજૂ

  • Follow us on Facebook

Published On - 4:11 pm, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati