Surat : નર્મદ યુનિવર્સીટીનો ‘કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના’ જેવો ઘાટ, વિકાસ માટે સરકાર સમક્ષ 3 હજાર કરોડનો ડ્રાફ્ટ પ્લાન રજૂ

જોકે યુનિવર્સીટીના શાસકોના શેખચિલ્લી જેવા વિચાર અને કરોડોના પ્રોજેક્ટના હવા મહેલ થી ભંડોળ ક્યાંથી આવશે તે પ્રશ્ન શિક્ષણવિદોને મૂંઝવી રહ્યો છે. વધુમાં જોવા જઈએ તો અત્યારસુધી યુનિવર્સીટી ખાતે સાકાર થયેલા મહત્તમ ભવનો સરકારી ગ્રાન્ટમાંથી બન્યા છે.

Surat : નર્મદ યુનિવર્સીટીનો 'કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના' જેવો ઘાટ, વિકાસ માટે સરકાર સમક્ષ 3 હજાર કરોડનો ડ્રાફ્ટ પ્લાન રજૂ
VNSGU
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:00 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના(VNSGU) વિકાસ કરવા માટે વિવિધ પ્રોજેક્ટ માટે ત્રણ હજાર કરોડની દરખાસ્ત સરકારને મોકલવામાં આવી છે. યુનિવર્સીટીના વિકાસ(Development ) માટે સર્વે કરવામાં આવ્યો હતો. અને તેમાં યુનિવર્સીટીમાં જરૂરી પ્રોજેક્ટ માટેનો અંદાજ કાઢવામાં આવ્યો છે. યુનિવર્સીટીની મળેલી બાંધકામ સમિતિમાં યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. નર્મદ યુનિવર્સીટીના ઇતિહાસમાં આટલી કલ્પના કોઈએ કરી નહીં હોવાની ચર્ચા ઉઠી રહી છે.

મહેસુલી અને મૂડી હેઠળની નવી બાબતો વર્ષ 2022-23 માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવી બાબતો અને કામોની દરખાસ્ત સરકારને મોકલવામાં આવી છે. સરકારને મોકલવામાં આવેલી દરખાસ્તમાં મલ્ટી ડિસીપ્લીનરી કોમ્પ્લેક્ષ 900 કરોડ, આઇસીટી બેઇઝ કેજી ટુ  પીજી ટ્રેનિંગ ડેવલપમેન્ટ, આર એન્ડ ડી કોમ્પ્લેક્ષ 500 કરોડ, માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ, આઉટર રિંગરોડ વિથ પાર્કિંગ ઝોન 500 કરોડ, યુનિવર્સીટી સમરસ બોય્સ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ 300 કરોડના પ્રોજેક્ટનો અંદાજો છે.

અન્ય પ્રોજેક્ટો માટે કેટલાના ખર્ચનો અંદાજ ?

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

ઇન્ટરનેશનલ હોસ્ટેલ 10 કરોડ, સાયન્સ સેન્ટર 20 કરોડ, આરસીસી રોડ 15 કરોડ, ડ્રેનેજ લાઈન 10 કરોડ, વોટર સપ્લાય 15 કરોડ, સ્પોર્ટ  ડેવલપમેન્ટ 20 કરોડ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એમએડ 15 કરોડ, લાઈફ સાયન્સ 25 કરોડ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર 25 કરોડ, એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર 25 કરોડ, ટેક્સ્ટાઇલ રિસર્ચ સેન્ટર 25 કરોડ, મરીન સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર 40 કરોડ

ટ્રાયબલ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર 35 કરોડ, વિમેન્સ એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર 20 કરોડ, ફાયનાન્સ એન્ડ ઇકોનોમિક્સ સ્ટડી સેન્ટર 20 કરોડ, વેલ્યુએશન એન્ડ એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી 20 કરોડ, એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સેન્ટર 25 કરોડ, સાઇબર ક્રાઇમ રિસર્ચ 20 કરોડ, હોસ્પિટલાટી એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ સેન્ટર 20 કરોડ, એસ્ટ્રોલોજી રિસર્ચ સેન્ટર 15 કરોડ, ડેરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેન્ટર 20 કરોડ, રિસર્ચ સેન્ટર વિથ સાયન્સ લેબોરેટરી 40 કરોડ, પેરામેડિકલ સ્ટડી સેન્ટર 30 કરોડ, સ્મોલ સ્કેલ એન્ડ મીડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર 25 કરોડ ખર્ચ થવાનો અંદાજ કાઢવામાં આવ્યો છે.

આ તમામ પ્રોજેક્ટો સહીત 65 પ્રોજેક્ટો માટે કુલ 3 હજાર કરોડનો અંદાજો છે. જોકે યુનિવર્સીટીના શાસકોના શેખચિલ્લી જેવા વિચાર અને કરોડોના પ્રોજેક્ટના હવા મહેલ થી ભંડોળ ક્યાંથી આવશે તે પ્રશ્ન શિક્ષણવિદોને મૂંઝવી રહ્યો છે. વધુમાં જોવા જઈએ તો અત્યારસુધી યુનિવર્સીટી ખાતે સાકાર થયેલા મહત્તમ ભવનો સરકારી ગ્રાન્ટમાંથી બન્યા છે. જયારે કેટલાક ભવનો દાતાઓએ તૈયાર કરાવી આપ્યા છે. રૂ. 3 હજાર કરોડના યુનિવર્સીટીના ડ્રાફ્ટ પ્લાનને લઈને શિક્ષણ વિદો કહી રહ્યા છે કે સરકાર આટલી રકમ ક્યારે આપશે તે પણ એકે પ્રશ્ન છે. હાલ તો કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવી ઘાટ યુનિવર્સીટી થઇ રહ્યો છે.

આ પણ વાંચો : Surat : તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું, પણ આ વર્ષે પણ ખોટનો ધંધો, જાણો કેમ ?

આ પણ વાંચો : સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

Latest News Updates

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">