કિસાન નેતા રાકેશ ટીકૈતનો ગુજરાત પ્રવાસ, બારડોલીમાં ગજવી કિસાન મહા પંચાયત

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે દિલ્લી-હરિયાણા-પંજાબ સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે તેમનુ આંદોલન દેશના અન્ય પ્રાંતમાં પણ વિસ્તારવાનું નક્કી કર્યુ છે.

કિસાન નેતા રાકેશ ટીકૈતનો ગુજરાત પ્રવાસ, બારડોલીમાં ગજવી કિસાન મહા પંચાયત
Rakesh-Tikait
Rahul Vegda

| Edited By: Kunjan Shukal

Apr 06, 2021 | 12:11 AM

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે દિલ્લી-હરિયાણા-પંજાબ સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે તેમનુ આંદોલન દેશના અન્ય પ્રાંતમાં પણ વિસ્તારવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે કિસાન નેતા રાકેશ ટિકૈત ( Rakesh Tiket ) આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કિસાન નેતા રાકેશ ટિકૈતના પ્રવાસને લઈને ગુજરાતમાં ખાસ કરીને ટિકૈત જ્યા જ્યા મુલાકાત લેવાના છે, તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) આજે સુરત જિલ્લામાં પ્રવેશ્યા હતા. બારડોલી ખાતે રાકેશ ટિકૈત તેમજ માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કિસાન મહા પંચાયત યોજાઈ હતી અને દિલ્હી સ્થિત જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં રાજ્યના ખેડૂતોને પણ જોડાવા રાકેશ ટિકૈતે આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય કિસાન મોરચાના સભ્ય અને કિસાન નેતા એવા રાકેશ ટિકૈત હવે આંદોલનને દેશના અન્ય રાજ્યોમાં લઈ જવા પ્રયત્નો શરૂ કરાય છે.

ત્યારે હવે રાકેશ ટિકૈત આજે સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતાં અને જિલ્લાના બારડોલી ખાતે રાકેશ ટિકૈત આવી પહોંચ્યા હતા. સાથે રાજ્યના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા. રાકેશ ટિકૈત સત્યાગ્રહની ભૂમિ બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી અને બારડોલીના પૌરાણિક તીર્થ કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કિસાન મહા પંચાયતનું આયોજન કરાયું હતું. જેમાં રાકેશ ટિકૈત નવા ત્રણ કિસાન કાયદાઓ પરત લેવા માંગ સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા.

મહિનાઓથી દિલ્હીમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આ આંદોલન ગુજરાતમાં પણ શરૂ થાય એવા પ્રયાસો શરૂ થયા છે. કારણ રાજ્યમાં પણ ખેતી પાકોમાં થઈ રહેલા અન્યાય બાબતે ગુજરાતના ખેડૂતોને પણ અવાજ ઉઠાવવા આહવાન કર્યું હતુ. કિસાન નેતા રાકેશ ટિકૈતે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે વિવિધ જિલ્લામાં આયોજન કરાયું હતું.

જેમાં રાજ્યમાં ખેડૂત સમાજ સાથે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિશેષ જવાબદારી લીધી હતી અને બારડોલી ખાતે કિસાન મહા પંચાયતમાં પણ હાજર રહ્યા હતા અને કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કર્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાની જેમ સુરત જિલ્લાના બારડોલીમાં પણ ખેડૂત મહા પંચાયત સફળ થઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર, 22 વિસ્તારને દૂર કરાયા, વધુ 27 વિસ્તારનો થયો ઉમેરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati