Ahmedabad: શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર, 22 વિસ્તારને દૂર કરાયા, વધુ 27 વિસ્તારનો થયો ઉમેરો

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3000થી વધુ કેસ પ્રથમવાર નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે.

| Updated on: Apr 05, 2021 | 11:51 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3000થી વધુ કેસ પ્રથમવાર નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2,276, 28 માર્ચે 2,270, 29 માર્ચે 2,252, 30 માર્ચે 2,220, 31 માર્ચે 2,360 અને 1 એપ્રિલે 2,410 કેસ 2જી એપ્રિલે 2,640 અને 3જી એપ્રિલે 2,815 અને 4 એપ્રિલે 2,875 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટા ફેરફાર થયા છે.

 

 

રાજ્યમાં આજે 5 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,160 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 15 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 7, અમદાવાદમાં 6 અને ભાવનગર તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યા 3,21,598 થઈ છે.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરફાર

અમદાવાદના માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટા ફેરફાર થયા છે. 288 માઈક્રો ઝોનમાંથી 22 વિસ્તારને દૂર કરાયા છે. જ્યારે વધુ 27 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 293 પર પહોંચ્યો છે. શહેરના જોધપુર, ઠક્કરનગર, દાણીલીમડા, ગોતા, બહેરામપુરા, બોડકદેવ, થલતેજ, રામોલ, પાલડી, ચાંદખેડા વિસ્તારના સૌથી વધુ મકાનો અને લોકોનો સમાવેશ નવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં 773 અને સુરતમાં 603 કેસ

રાજ્યમાં આજે 4 એપ્રિલે મહાનગરો નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 773, સુરતમાં 603, વડોદરામાં 216 અને રાજકોટમાં 283, જામનગરમાં 70, ભાવનગરમાં 60 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

 

આ પણ વાંચો: Mumbai Siddhivinayak Temple: નહીં થાય હવે બાપ્પાના “દર્શન”, વધતા જતા કોરોનના લીધે લેવાયો નિર્ણય

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">