AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેતા કામોને સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કરાયો

DDO એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની કામગીરી સંભાળતા તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સાથે વિગતવાર કામોની સમિક્ષા કરી આ અભિયાનને જવાબદારી અને ફરજના ભાગ રૂપે નહી પરંતુ સેવા યજ્ઞના ભાગ રૂપે સેવા કાર્યમાં જોડાવા કહ્યું હતું.

Kheda: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેતા કામોને સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કરાયો
ખેડા જિલ્લામાં થયેલા કામો તથા બાકી રહેતા કામો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 22, 2022 | 6:46 PM
Share

પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ ખેડા (Kheda) જિલ્લામાં થયેલા કામો તથા બાકી રહેતા કામો અંગેની સમીક્ષા બેઠક આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ અને ઠાસરા તાલુકામાં પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના હેઠળ નિર્માણાધીન આવાસો, લાભાર્થીઓ (Beneficiaries) ની વિગત તથા બાકી રહેતા આવાસો અને લાભાન્વિત થનારા લાભાર્થીઓની વિગતવાર સમીક્ષા (Review) કરાઈ હતી. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓની સૂચિ બનાવી સમયમર્યાદામાં તેમને લાભાન્વિત કરવામાં આવે તેવું આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) મેહુલ દવેએ સંબંધિત અધિકારીઓ, સરપંચો, તલાટીઓ અને સદસ્યઓને અનુરોધ કર્યો હતો.

તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની કામગીરી સંભાળતા તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સાથે વિગતવાર કામોની સમિક્ષા કરી આ અભિયાનને જવાબદારી અને ફરજના ભાગ રૂપે નહી પરંતુ સેવા યજ્ઞના ભાગ રૂપે સેવા કાર્યમાં જોડાવા કહ્યું હતું. ગત વર્ષ-૨૦૧૬ થી વર્ષ-૨૦૨૨ દરમ્યાન પૂર્ણ કરવાના લક્ષ્યાંક સામે બાકી રહેતા કામો સત્વરે હાથ પર લેવા આહવાન આપ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.વી.રાણાએ સમગ્ર કામગીરીનો એહવાલ રજૂ કર્યો હતો અને આ યોજનાની નવા નિમાયેલા સરપંચોને યોજનાની જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહૂલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.વી.રાણા, તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારે બજેટમાં પણ પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કર્યું

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવ્યું છે. 2022ના બજેટમાં ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે. સરકારે આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરશે. આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પુરી પાડવામાં આવશે. સરકાર દ્વારા મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Banaskantha: અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે સાધ્યુ ધારાસભ્ય ગેનીબેન પર નિશાન, કહ્યું ”રાજકીય લોકો ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ ન કરે”

આ પણ વાંચોઃ Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ભાગલા, દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા આમને-સામને

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">