ખેડા સિરપકાંડમાં વધુ એક દર્દીનું મોત થયુ, 6 મહિનાના બાળકે ગુમાવી છત્રછાયા, જુઓ વીડિયો

22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહેમદાવાદના સોજાલી ગામના વિપુલ સોઢાએ સિરપ પીતા તબીયત બગડી હતી. જેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે બાદ વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયો હતો. વહેલી સવારે વિપુલે છેલ્લા શ્વાસ લીધા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 5:08 PM

ખેડામાં બિલોદરાના સિરપકાંડમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. 22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહેમદાવાદના સોજાલી ગામના વિપુલ સોઢાએ સિરપ પીતા તબીયત બગડી હતી. જેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે બાદ વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયો હતો. વહેલી સવારે વિપુલે છેલ્લા શ્વાસ લીધા હતા.

ખેડામાં થયેલ સિરપકાંડ જગજાહેર છે. જેમાં નશાયુક્ત આયુર્વેદિક સિરપ પીવાથી 6 લોકોએ જીવ ગુમાવ્યો છે.સિરપકાંડના મૃતક વિપુલના પરિવારમાં પત્ની અને એક 6 મહિનાનું બાળક પણ છે. જે બાળકે હવે પિતાની છત્રછાયા ગુમાવી છે. તેના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આ સિરપ પીધેલ હજુ બે દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. જેમાં એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાથી 3 દિવસથી જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. તો અન્ય એક વ્યક્તિની હાલત સુધારા પર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો- રાજસ્થાન : વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિયા કુમારીના લગ્ન જીવનમાં આવ્યા અનેક ઉતાર-ચઢાવ, જુઓ ફોટો

Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય

તો સિરપકાંડમાં થયો છે સૌથી મોટો ખુલાસો,,મૃતક અને સારવાર હેઠળના દર્દીઓના બ્લડ સેમ્પલમાંથી મળી આવ્યું છે મિથેનોલ આલ્કોહોલ, ખેડા જિલ્લા પોલીસ વડાએ પત્રકારોને માહિતી આપતા દાવો કર્યો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને બ્લડ સેમ્પલના રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી મળી છે. તો સિરપની બોટલ પરના સરનામા પરનું સરનામુ પણ ખોટું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી પોલીસે ફરિયાદમાં બોગસ દસ્તાવેજ બનાવવાની કલમોનો ઉમેરો કર્યો હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">