ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ C R પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
દેશની ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત દાખલ કરી છે જેને લઇને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉત્સાહ છે. નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ સી.આર પાટીલે હાજરી આપી અને આ ભવ્ય વિજયને લઈ કાર્યકર્તાઓને શુભકામના આપી.
દેશની ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત દાખલ કરી છે જેને લઇને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉત્સાહનો માહોલ છે. નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ સી.આર પાર્ટીલે હાજરી આપી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. 10,000 થી વધુ લોકોને સંબોધ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ની 26 લોકસભા બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી પર બે જિલ્લાની નજર મંડરાઈ! 60 ઉમેદવારો મેદાને
આ સાથે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ મોટી જીત મેળવી છે જેને લઈને જશ્નનો માહોલ શરૂ થયો છે ત્યારે નવસારી જિલ્લાની બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે ધાર જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં આદીજાતિ મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે અને 80 જેટલી વિધાનસભા બેઠકો પર તેમનું પ્રભુત્વ જોવા મળે છે. આદિવાસી વિધાનસભા બેઠકો પર મહત્વની ભૂમિકા ભજવનાર નરેશભાઈ પટેલે આ વિસ્તારોમાં ખાસ વાતચીત કરી હતી.