Nadiad મહેમદાવાદ માર્ગ બિસ્માર, માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે આવી
ખેડા જિલ્લાના નડિયાદ કમળા ચોકડીથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી વચ્ચેનો માર્ગ ખૂબ સાંકડો હોવાથી 4 લેન હાઇવે બનાવવાની કામગીરી ચાલુ કરવા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. પરંતુ માર્ગ મકાન વિભાગ નડિયાદની બેદરકારીને કારણે વિવિધ મંજૂરી લેવામાં વિલંબને કારણે લાંબા સમય પછી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી
ગુજરાત(Gujarat) સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોની સુવિધા માટે સાંકડા માર્ગોને પહોળા કરવાની કામગીરી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે ખેડા(Kheda) જિલ્લાના મહેમદાવાદ નડિયાદ વચ્ચેનો માર્ગ સાંકડો હોવાથી તત્કાલીન માર્ગ મકાન વિભાગના કેબિનેટ મંત્રી નીતિન પટેલ દ્વારા મહેમદાવાદ ખાત્રજ ચોકડી થી નડિયાદ ની કમળા ચોકડી સુધીના માર્ગને 4 લેન બનાવવાની મંજૂરી આપી હતી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ માર્ગ મકાન વિભાગ નડિયાદની બેદરકારીને કારણે નડીયાદથી મહેમદાવાદ માર્ગ પર પસાર થતા વાહન ચાલકોને છેલ્લા 4 વર્ષથી બીતા બીતા પસાર થવું પડી થયું છે .
નડિયાદ કમળા ચોકડીથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી વચ્ચેનો માર્ગ ખૂબ સાંકડો
ખેડા જિલ્લાના નડિયાદ કમળા ચોકડીથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી વચ્ચેનો માર્ગ ખૂબ સાંકડો હોવાથી રાજ્યના માર્ગ મકાન વિભાગના તત્કાલીન કેબિનેટ મંત્રી નીતિન પટેલના હસ્તે 4 લેન હાઇવે બનાવવાની કામગીરી ચાલુ કરવામાંટે ખાતમુર્હુત મહેમદાવાદમાં કરવામાં આવ્યું હતું. પરંતુ માર્ગ મકાન વિભાગ નડિયાદની બેદરકારીને વિવિધ મંજૂરી લેવામાં વિલંબને કારણે લાંબા સમય પછી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અધૂરી કામગીરી અંગે જ્યારે અધિકારીને પૂછવામાં. આવ્યું તો વન વિભાગની મંજૂરીઓ અને વીજ પોલ હટાવવાની કામગીરી વધારે સમય ગયો હોવાની કબૂલાત નડિયાદ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે કે કડિયા દ્વારા જણાવવાના આવ્યું .
માર્ગ મકાન વિભાગની બેદરકારીના લીધે ચાર વર્ષ 25 અકસ્માતો
આ ઉપરાંત બની શકે કે કદાચ વિદ્યુત બોર્ડ અને વન વિભાગમાં વૃક્ષો કાપવાની મંજૂરી મળવામાં વિલંબને કારણે હાઇવે પુનઃ નિર્માણ ની કામગીરીમાં વધુ સમય લાગે છે પણ આ શું ??હાઇવે તો જુઓ જ્યાં જુઓ ત્યાં માર્ગ મકાન વિભાગ બેદરકારીના કારણે રોડ બનાવતા કોન્ટ્રાકટર ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે રોડની વચ્ચે બનાવવામાં આવેલો ડીવાઈડર થોડા જ સમયમાં ઠેર ઠેર તુટી ગયો છે તો ઘણી જગ્યાએ ઘણા સમયથી ખાડા કરી છોડી દેવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ તો નવા બનેલા રોડના કેટલાક ભાગ પર ગાંડા બાવળ ડોકિયું કરી રહ્યા છે ત્યારે સ્થાનિક નાગરિકોને એક પ્રશ્ન સતાવી રહયો છે કે હાઇવે નિર્માણની કામગીરી પૂર્ણ ક્યારે થશે અને જ્યાં જ્યાં કોન્ટ્રાકટર ની બેદરકારી છતી થઈ રહી છે તો કોઈ પગલાં ભરવામાં આવશે ખરા
આ પણ વાંચો : Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો : Rajkot : નવતર પ્રયોગ, વાહનોના સ્ક્રેપનો ઉપયોગ કરી તૈયાર કરાયા બેસવાના બાંકડા