નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના મહિલા જજે નવજાત બાળકને બચાવ્યુ, ચારેકોર થઈ રહ્યા છે વખાણ, જુઓ VIDEO

|

Jul 31, 2022 | 12:34 PM

નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના (Nadiad District Court) કમ્પાઉન્ડ બહાર કોઈ નવજાત બાળકને ત્યજી ગયું હતું. જેથી કમ્પાઉન્ડ બહાર લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા.

નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના મહિલા જજે નવજાત બાળકને બચાવ્યુ, ચારેકોર થઈ રહ્યા છે વખાણ, જુઓ VIDEO
Nadiad Judge save abandoned infant

Follow us on

ખેડાના (kheda) નડિયાદના ડિસ્ટ્રીક્ટ કોર્ટના (District Court) મહિલા જજ ચિત્રા રત્નુએ નવજાત બાળકને બચાવ્યુ. નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના કમ્પાઉન્ડ બહાર કોઈ નવજાત બાળકને ત્યજી ગયું હતું. જેથી કમ્પાઉન્ડ બહાર લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા. ત્યારે જ સ્ટાફ તરફથી મહિલા જજને જાણવા મળ્યું હતું કે, કોઈ વ્યક્તિ બાળકને ત્યજી ગયું છે. જેથી તેઓ કારમાંથી ઉતરી તાત્કાલિક બાળક (abandoned infant) પાસે પહોંચ્યા હતા અને હાથરૂમાલ વડે બાળકને કવર કર્યું હતુ, ત્યારબાદ જાતે જ પોતાની કારમાં બાળકને લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલ (Nadiad Civil Hospital) પહોંચ્યા હતા. જ્યાં બાળકની પ્રાથમિક સારવાર કરાઈ હતી.

નિરાધાર દીકરીને દત્તક લીધી

હાલ બાળક બિલકુલ સ્વસ્થ છે. બીજી તરફ ડિસ્ટ્રીક્ટ જજની કામગીરીના વખાણ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, મહિલા જજ ચિત્રા રત્નુ આણંદમાં (Anand) ફરજ બજાવતા હતા ત્યારે તેમણે એક નિરાધાર દીકરીને પણ દત્તક લીધી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફરી માતૃત્વને કલંક કરતી ઘટના !

આ પહેલા થોડા દિવસો અગાઉ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમ પાસે એક ત્યજી દેવામાં આવેલ બાળક મળી આવ્યુ હતુ.નડિયાદ શહેરના (Nadiad City) પશ્ચિમ વિસ્તારમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમ પાસે કોઇ નવજાત બાળકને ત્યજીને જતુ રહ્યુ હતુ.બાળક રડવાનો અવાજ આવતા અનાથ આશ્રમના સિક્યુરીટી ગાર્ડ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.આ બનાવની જાણ આશ્રમ સંચાલકોને થતા બાળકની શારીરિક તપાસ કરવામાં આવી હતી.જેમાં બાળક દોઢ માસનુ હોવાનુ બહાર આવ્યુ હતુ.તેમજ બાળકને શ્વાસની તકલીફ હોવાનુ બહાર આવ્યુ હતુ.આ બાદ નવજાત બાળકને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતુ.

Published On - 12:34 pm, Sun, 31 July 22

Next Article