Kheda: માતર પોલીસની હદમાં ગત 14ની રાત્રીએ અકસ્માત થયો ન હતો, પણ અકસ્માત કરાવવામાં આવ્યો હતો !

તારીખ  14-03-2022 ની રાત્રે 1 થી 1:30 સમય દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ  હાઇવે પર ખેડા જીલ્લાના માતર પોલીસની હદમાં આવેલ હોટલ વેસ્ટનના પાર્કિંગમાં ઉભેલી ટ્રકની પાછળ એક બાઈક ભટકાયું હતું ,બાઈક પર ચાર યુવાનો સવાર હતા.

Kheda: માતર પોલીસની હદમાં ગત  14ની રાત્રીએ અકસ્માત થયો  ન હતો, પણ અકસ્માત કરાવવામાં આવ્યો હતો !
Kheda: Secrets of open murder in a serious accident in Matar
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:00 PM

Kheda: અમદાવાદ-વડોદરા (Ahmedabad-vadodara) નેશનલ હાઇવે પર માતર પોલીસ મથકની હદમાં ગત 14 તારીખની વહેલી સવારે થયેલ અકસ્માતમાં (Accident)અમદાવાદના ચાર યુવાનોના મૃત્યુ થયા હતા. જોકે પોલીસ તપાસમાં આ અકસ્માત નહિ પર ઈરાદાપૂર્વકની હત્યા હોવાનું સામે આવતા માતર પોલીસે નડિયાદના ત્રણ યુવકોની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના :

તારીખ  14-03-2022 ની રાત્રે 1 થી 1:30 સમય દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ  હાઇવે પર ખેડા જીલ્લાના માતર પોલીસની હદમાં આવેલ હોટલ વેસ્ટનના પાર્કિંગમાં ઉભેલી ટ્રકની પાછળ એક બાઈક ભટકાયું હતું ,બાઈક પર ચાર યુવાનો સવાર હતા. અને ઘટનામાં ચારેય યુવાનોના મૃત્યુ થયા હતા. જેની જાણ માતર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશોનો કબજો મેળવી ઘટનાસ્થળેથી મળેલા કેટલાક હથિયારો કબજે કરી તપાસ હાથ ધરી હતી. પહેલી નજરે લાગતું હતું કે ઓવર સ્પીડને કારણે બાઈક ટ્રકમાં ઘુસી ગયું છે પણ માતર પોલીસ સમગ્ર ઘટના પર ઝીણવટ ભરી તપાસ હાથ ધરી અને થયો ચોકાવનારો ખુલાસો અને સામે આવ્યું પ્રેમ પ્રકરણ. અને આરોપીઓ સામે કલમ 304 હેઠળ કરવામાં આવી કાર્યવાહી.

ધોની-પંડ્યા નહીં ડેથ ઓવરમાં આ ભારતીય ખેલાડી છે 'કિંગ'
Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં સુરતનો હરમીત વગાડશે ડંકો
ગળામાં ખરાશ હોય તો શું કરવું ? જાણો ઘરગથ્થું ઉપાય
શું મેડિટેશનથી વજન ઉતારી શકાય છે? આ રહ્યો જવાબ
આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ

શું હતી સમગ્ર ઘટના

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા જીતેશ રમેશ નોગીયા ,હરીશ દિનેશ રાણા ,નરેશ વિજય વણઝારા અને સુંદર સુભાષ યાદવને નડિયાદના યુવાનો સાથે પ્રેમ પ્રકરણની બાબતમાં અગાઉ ઝગડો થયો હતો. તેથી 13-3-22 ની રાત્રે પોતાના અન્ય ચાર મિત્રો મળી કુલ યુવાનો બાઈક અને સ્કુટર પર સવાર થઇ અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. અને ઘટનાના આરોપીઓ રવિ ગોપાલ તળપદા ,ધર્મેશ કાળું તળપદા અને વિજય અરવિંદ તળપદા સાથે નડિયાદ રેલ્વે સ્ટેશન બહાર બબાલ થઇ હતી. પણ આરોપીઓ સ્થાનિક હોવાથી અમદાવાદથી આવેલા યુવકો નડિયાદ રેલ્વે સ્ટેશનથી સરદાર ભવન પહોંચ્યા હતા. જેથી આરોપીઓ પણ અમદાવાદના યુવકોનો પીછો કરી સરદાર ભવન સામે આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને જૂથ વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા અને સ્થાનિક આરોપીઓ હથિયારો સાથે આવી પહોંચતા. અમદાવાદના યુવકો સ્થળ છોડી ભાગ્યા હતા. જે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે નડિયાદના ત્રણેય આરોપીઓ અને અન્ય એક જુવેનાઇલ આરોપી મળી કુલ ચાર લોકો સ્કોર્પીઓ કાર લઇ અમદાવાદના યુવાનોનો પીચો કરતા સ્કુટર પર સવાર ચાર લોકો અન્ય રસ્તામાં વળી ગયા હતા. જયારે બાઈક પર સવાર ચારેય લોકો નેશનલ હાઇવે પર ભાગ્યા હતા. જોકે સ્કોર્પીઓમાં બેઠેલા આરોપીઓએ ઓવર સ્પીડમાં પીછો કરતા મૃતકો વધારે ગભરાઈ જઈ પોતાનું બાઈક ઓવર સ્પીડમાં ભગાડ્યું હતું. અને બે વખત બાઈકને ટક્કર પણ મારી હતી. જોકે  બાઈક સવાર યુવાનોએ બાઈકની સ્પીડ વધારી દેતા અને જાણ બચાવવા ઓવર સ્પીડમાં જ હોટલ તરફ હંકારતા બાઈક સીધું ટ્રકના જમણા ટાયરમાં ધડાકાભેર અથડાયું હતું અને ચારેય યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.

માતર પોલીસે રધવાનજ  ટોલ પ્લાઝા ,ડભાણ ક્રોસિંગ ,મિલ રોડ ,સરદાર ભવન પાસેના તમામ સીસીટીવી ફૂટેજ મેળવી સમગ્ર ઘટનાનો બારીકાઇથી અભ્યાસ કરી એફએસએલની મદદ લઇ  નડિયાદના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જયારે ચોથો આરોપી સગીર વયનો હોય તેની ધરપકડ કરવાની બાકી છે. અને પકડાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનામાં મૃત્યુ પામનાર ચાર આરોપીઓમાંથી જીતેન નોગીયા અને નરેશ વણઝારા  અગાઉ થોડા સમય પહેલા ખેડાની એક હોટેલમાં ડુપ્લીકેટ ઓળખ પુરાવાઓથી હોટલમાં રોકાયા હતા. અને ખેડા એસઓજીના હાથે ઝડપાઈ ચુક્યા હતા.

હાલ તો માતર પોલીસ ત્રણ આરોપીના રિમાન્ડ મેળવી સમગ્ર ઘટના કઈ રીતે બની હતી ,પ્રેમ પ્રકરણ ક્યાંનું હતું. આરોપીઓ અગાઉ મૃતકો સાથે ક્યાં મળ્યા હતા,અને મૃતકો સાથે આવેલા યુવાનો પાસેથી સમગ્ર કેસને લઇ જુદી જુદી વિગતો એકત્ર કરવામાં  લાગી છે ,અને અગામી દિવસોમાં અન્ય આરોપીઓની પણ ધરપકડો થાય તેવી આશા માતર પોલીસ સેવી રહી છે.

આ પણ વાંચોઃ

Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા

આ પણ વાંચોઃ Surat : ડિંડોલીમાં જાહેરમાં તલવારથી કેક કાપનાર બે યુવકોની ધરપકડ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી

Latest News Updates

અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">