Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુષ્માન ભારત યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું

આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, તે ભારતના 33 રાજ્યોમાં લાગુ કરવામાં આવે છે. લગભગ ચાર કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.

આયુષ્માન ભારત યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું
Ayushman bharat yojna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 6:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Scheme)ને ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનાના સીઈઓ રામ સેવક શર્માએ કહ્યું કે આજે ચાર વર્ષ પછી લગભગ ચાર કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જો કે દેશના લગભગ તમામ રાજ્યો આ યોજના સાથે જોડાયેલા છે, પરંતુ હજુ સુધી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને દિલ્હીમાંથી સકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia)એ કહ્યું કે આ રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે. તેમને આશા છે કે ટૂંક સમયમાં આ રાજ્યોમાં પણ લોકો જોડાશે.

માંડવીયાએ કહ્યું કે, દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું હોય તો જ સફળતા મળે અને સમૃદ્ધિ હોય. સરકારની યોજના સમાજની છેલ્લી હરોળમાં ઉભેલા લોકોને આરોગ્યલક્ષી લાભ પહોંચાડવાની છે. સરકારનું લક્ષ્ય આ આયુષ્માન ભારત યોજના શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનું છે.

દીકરીને નવું જીવન મળ્યું

તનુશ્રી ચાર વર્ષની હતી. ડૉક્ટરોએ કહ્યું કે તેના મગજમાં ગાંઠ છે. આંદામાનમાં રહેતી તનુશ્રીની માતા બી કુમારીએ જણાવ્યું કે તેના પરિવારની આવક ઘણી ઓછી છે. જેમાં ઘરનો ખર્ચ યોગ્ય રીતે ચાલી શકતો નથી. આવી સ્થિતિમાં, આયુષ્માન યોજના હેઠળ, ચેન્નાઈમાં મગજની ગાંઠની સારવાર કરવામાં આવી હતી, જેનો ખર્ચ 96000 હતો. આ યોજનાની મદદથી દીકરીની સારવાર આસાનીથી થઈ શકી. આયુષ્માન યોજના તેમના માટે વરદાન સાબિત થઈ.

19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી

આયુષ્માન યોજનાના લાભાર્થીઓમાં બિહારના લોકો પણ સામેલ છે

બિહારની રાખી કુમારી પણ આ યોજનાના લાભમાં સામેલ છે. રાખીના હૃદયમાં કાણું હતું. રાખીના પિતા દિલીપે જણાવ્યું કે બાળકીની સારવાર ભાગલપુરની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી જ્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે આ રોગની સારવારમાં ચારથી પાંચ લાખનો ખર્ચ થશે. આયુષ્માન સ્કીમ દ્વારા રાખીની સારવાર કરાવી.

લોકો ડિજિટલ રીતે કનેક્ટ થઈ રહ્યાં છે

દાદર નગર હવેલીના સુજલ કુમારે જણાવ્યું કે તેમને આયુષ્માન કાર્ડ બનાવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. બધું ડિજિટલ થઈ ગયું. ઔરા સોફ્ટવેર દ્વારા માત્ર સુજલ જ નહીં પરંતુ લદ્દાખના રહેવાસી તેશવાંગ રિંગજિને પણ તેનું આયુષ્માન કાર્ડ બનાવ્યું છે. આનો મતબલ એ છે કે દેશના ખુણે ખુણે આ સેવા પહોચી છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

આ રીતે બને છે આયુષ્માન કાર્ડ

આયુષ્માન કાર્ડ મેળવવા માટે કોમન સર્વિસ સેન્ટરની મદદથી અરજી કરવી પડશે. આ માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં આવે છે. આ પહેલા લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવે છે, જેમાં નામ દેખાય તો આયુષ્માન ગોલ્ડ કાર્ડ બનાવી શકાય છે. તમે આયુષ્માન ભારત યોજના વિશે માહિતી મેળવવા માટે સરકારના મફત હેલ્પલાઇન નંબર 14255 પર પણ કૉલ કરી શકો છો.

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">