Kheda: કપડવંજના ગરીબ કલ્યાણ સંમેલનમાં ગોરધન ઝડફિયાનું નિવેદન, નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સન્માન સાથે સક્ષમ બનાવ્યા

કપડવંજ ટાઉનહોલમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં (Garib Kalyan Sammelan) ગોરધનભાઇ ઝડફિયાએ (Gordhanbhai Zadafia) કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ખેડૂતોનું શોષણ અને અવગણના કરી બિચારો, બાપડો બનાવી દીધો હતો.

Kheda: કપડવંજના ગરીબ કલ્યાણ સંમેલનમાં ગોરધન ઝડફિયાનું નિવેદન, નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સન્માન સાથે સક્ષમ બનાવ્યા
કપડવંજમાં યોજાયુ ગરીબ કલ્યાણ સંમેલન
Dharmendra Kapasi

| Edited By: Tanvi Soni

May 31, 2022 | 6:16 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાનના 11 માં હપ્તા હેઠળ 10 કરોડથી વધુ કિસાન પરિવારોને 21,000 કરોડ રૂપિયાથી વધુની સન્માન રાશિનું હસ્તાંતરણ કરવામાં આવ્યુ. ત્યારે આજે ગુજરાતના (Gujarat) દરેક જિલ્લામાં આ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલનનો (Garib Kalyan Sammelan) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખેડા (Kheda) જિલ્લામાં પણ કપડવંજ ટાઉનહોલ ખાતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાની (Gordhan Zadafia) અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગોરધન ઝડફિયાએ નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સન્માન સાથે સક્ષમ બનાવ્યા હોવાનું નિવેદન આપ્યુ હતુ.

ગોરધન ઝડફિયાના કોંગ્રેસ પર પ્રહાર

કપડવંજ ટાઉનહોલમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં ગોરધનભાઇ ઝડફિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ખેડૂતોનું શોષણ અને અવગણના કરી બિચારો, બાપડો બનાવી દીધો હતો. આઝાદીના સાત દાયકા બાદ જગતના તાતને પૂરા સન્માન સાથે નરેન્દ્ર મોદી સરકારે સીધા જ તેમના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવી ખેડૂતોની ચિંતા કરી છે. આ ઉપરાંત દુકાળ, અતિવૃષ્ટિમાં સરકાર ખેડૂતોની પડખે રહી છે. ખેડૂતોની ખેત પેદાશને યોગ્ય ભાવ આપી ખેડૂતને સક્ષમ, સમર્થ બનાવવાનું કામ આ સરકારે કર્યું છે.

વધુમાં ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે કોરોના સમયે 80 કરોડથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે રાશન, કોરાનાની સારવાર ઉપરાંત સમગ્ર દેશમાં 140 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપી પ્રજાની ચિંતા કરી છે. સાથે સાથે વિશ્વના ગરીબ દેશોને પણ કોરોનાની રસી આપી વિશ્વ એક પરીવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોદી સરકારના નિર્ણયોની કરી પ્રશંસા

ગોરધન ઝડફિયાએ જણાવ્યું, મોદી સરકારે રામ મંદિર, 370 ની કલમ, ત્રિપલ તલાક જેવા ઐતિહાસિક નિર્ણયો ઉપરાંત દેશની સુરક્ષા માટે પણ અનેક પગલાં ભર્યા છે. આજે આપણો દેશ વિશ્વ ગુરૂ બનવા તરફ જઈ રહ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે આપણી સરકારે પેટ્રોલ-ડીઝલ ગેસના ભાવો ઘટાડીને હિંમતભર્યા પગલાં લીધા છે. તેઓએ રાજ્યમાં પહેલા 8 મેડિકલ કોલેજમાં 1100 વિદ્યાર્થીઓ સામે હાલમાં 35 મેડિકલ કોલેજમાં 6 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા ઉપરાંત વિદેશ ભણતા વિદ્યાર્થીઓ માટે સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટેના સરકારના પ્રયત્નોને બિરદાવ્યા હતા. સાથે જ જ્ઞાતિ- જાતિ, પંથ-સંપ્રદાયના ભેદભાવ વગર સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરતી દેશ અને રાજ્યની સરકારની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ ચીમનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી વિકાસ શાહ, નટુભાઈ સોઢા, ઉપપ્રમુખ ગોપાલ શાહ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, સી.ડબલ્યુ.સી. ચેરમેન દશરથભાઈ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન નિલેશ પટેલ,નગરપાલિકાના પ્રમુખ મોનિકા પટેલ, જિલ્લા મંત્રી રાજેશ પટેલ, ચિરાગ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધુળાભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ આશિષ શાહ, કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કીરણસિંહ ડાભી સહિત આગેવાનો અને ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati