Kheda : ગરીબ કલ્યાણ મેળો માત્ર કાગળ પર, લાભાર્થીઓને કીટો માટે ખાવા પડે છે ધક્કા
ગરીબ કલ્યાણ મેળામાં ઉદ્યોગ કેન્દ્ર નડિયાદમાં કુલ 1000 નાગરિકો દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં લાભ લેવા માટે ફોર્મ ભર્યા હતા પણ ત્રણ દિવસ ચાલેલા ગરીબ કલ્યાણ મેળામાં 462 લોકોને જ કીટ આપવામાં આવી છે.
ખેડા(Kheda)જિલ્લામા 12 માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના(Garib Kalyan Mela)54125 લાભાર્થીઓનેરૂ.40.45 કરોડના લાભો એનાયત કરવામાં આવશેની જાહેરાતો સરકારના મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી પણ સરકારના વિભાગોની બેદરકારીને કારણે ઘણા લાભાર્થીઓ( Beneficiaries) કીટ થી વંચિત રહેવાનો વારો આવ્યો છે. દરિદ્રનારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મંદિરની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોની સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે તેમ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું . મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે કહ્યું હતું કે નાગરિકોની સુખાકારીને વરેલી સરકારે 121 દિવસમાં 200 જેટલા જન સુખાકારીના નિર્ણયો લીધા છે . છેવાડાના માનવીની સુખાકારી જ સરકારની પ્રાથમિકતા છે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ લોકોને સક્ષમ બનાવવા અને તેઓને સ્વમાનભેર જીવન જીવવાની પ્રેરણા મળે છે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈ નેતાઓ દ્વારા તો સરકારની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ગરીબ કલ્યાણ મેળામાં 462 લોકોને જ કીટ આપવામાં આવી
તેમજ ગરીબ લોકોને યોગ્ય રોજગારી મળે તે માટે સરકાર દ્વારા દરજીકામના સાધનો, પ્લમ્બિગના સાધનો, ઇલેક્ટ્રિક સાધનો, કડિયાકામ ના સાધનો, અને બ્યુટીપાર્લરના સાધનો ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવે છે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ ની ગંભીર બેદરકારી સામે આવી છે.ગરીબ કલ્યાણ મેળામાં ઉદ્યોગ કેન્દ્ર નડિયાદમાં કુલ 1000 નાગરિકો દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં લાભ લેવા માટે ફોર્મ ભર્યા હતા પણ ત્રણ દિવસ ચાલેલા ગરીબ કલ્યાણ મેળામાં 462 લોકોને જ કીટ આપવામાં આવી છે.
ઉડાઉ જવાબ આપવામાં આવ્યો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થી દ્વારા તપાસ કરવામાં આવતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર તન્વી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારમાંથી ભલે જાહેરાત કરવામાં આવી હોય પણ સરકારની જે એજન્સી માંથી કીટો આવવાની હતી તે નહિ આવવાને કારણે લાભાર્થીઓ હાલ લાભથી વંચિત રહ્યાં છે જયારે આ અંગે તન્વી પટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા બિલકુલ સરકારી જવાબ આપવામાં આવ્યો તન્વી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉપરથી જયારે કીટ આવશે ત્યારે આપવામાં આવશે. જયારે સમય મર્યાદા અંગે પૂછવામાં આવ્યું તો સરકારી અધિકારીને પણ ખબર નથી આવશે ત્યારે આપીશું નો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો
આ પણ વાંચો : Amul ડેરીમાં માં સફેદ દુધના વહીવટ માટે કાળો કકળાટ, રામસિંહ પરમાર અને પપ્પુ પાઠક સામ સામે
આ પણ વાંચો : Mehsana : વિસનગરમાં આપ કે દ્વાર આયુષ્યમાન ત્રિ-દિવસીય મહાઝૂંબેશ કાર્યક્રમ