Amul ડેરીમાં માં સફેદ દુધના વહીવટ માટે કાળો કકળાટ, રામસિંહ પરમાર અને પપ્પુ પાઠક સામ સામે
અમૂલ ડેરીના વિકાસના કામો અટકી ગયેલ છે. છેલ્લા દોઢ વર્ષથી નિયામક મંડળની નિયુક્તિ થયેલ નથી. આજે સંઘમાં 35 લાખ લીટર દૂધ પ્રતિદિન આણંદ-ખેડા-મહીસાગર જીલ્લામાંથી સંપાદિત કરવામાં આવે છે અને રાજ્ય બહાર 10 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે
અમૂલ(Amul)ડેરી દ્વારા સભાસદ મંડળી દ્વારા કરેલ માંગણી મુજબ રેકવીઝીશન ખાસ સાધારણ સભા(General Board)26 ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે બોલાવવામાં આવેલ હતી. પરંતુ નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ, આણંદ દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ ખાસ સાધારણ સભા બોલાવવા સામે મનાઈ હુકમ આપેલ છે. જેના લીધે શનિવારે મળનાર ખાસ સાધારણ સભા મુલતવી રાખવામાં આવેલ છે.આ બેઠકમાં મંડળીઓ કક્ષાએ બી.એમ.સી.ની ક્ષમતા વધારવા તેમજ વધારાના દૂધને(Milk)મેનેજ કરવા બાબતે ચર્ચા કરવાની હતી. જે હાલ પૂરતી ટળી છે.
હાલ 10 લાખ લીટર દૂધ પ્રતિદિન બહાર મોકલી પાવડર બનાવડાવામાં આવે છે
હાલની પરિસ્થિતી જોતાં, અમૂલ ડેરીના વિકાસના કામો અટકી ગયેલ છે. છેલ્લા દોઢ વર્ષથી નિયામક મંડળની નિયુક્તિ થયેલ નથી. આજે સંઘમાં 35 લાખ લીટર દૂધ પ્રતિદિન આણંદ-ખેડા-મહીસાગર જીલ્લામાંથી સંપાદિત કરવામાં આવે છે અને રાજ્ય બહાર 10 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે આમ કુલ 50 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે. સંઘની દૂધ પ્રોસેસિંગ ક્ષમતા કરતાં વધુ દૂધની આવક થવાથી હાલ 10 લાખ લીટર દૂધ પ્રતિદિન બહાર મોકલી પાવડર બનાવડાવામાં આવે છે. બજાર માંગને ધ્યાનમાં લઈ જી.સી.એમ.એમ.એફ. દ્વારા ચીઝ અને ચોકલેટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવા માટે જણાવેલ છે. માટે યોગ્ય સમયે નિર્ણય લેવા જરૂરી છે, જો યોગ્ય સમયે પગલાં લેવામાં નહિ આવે તો આવનાર વર્ષ દરમ્યાન “મિલ્ક હોલિડે” રાખવાનો સમય આવી શકે છે.
દૂધ ઉત્પાદકોનું ભવિષ્ય અંધકારમય બની જશે
સંધના 7 લાખ જેટલા દૂધ ઉત્પાદકોની રોજી રોટી પશુપાલનના ધંધા પર નિભેલ છે. દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે વળતર ચૂકવવાનું હોય છે પરંતુ ખાસ સાધારણ સભા મુલતવી રાખવાથી એજન્ડાનો નિકાલ ન થતાં, હવે તે અનિશ્ચિત છે જેથી દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે મળનાર વળતરમાં વિલંબ થઈ શકે છે અને તેની માઠી અસર અમૂલ ડેરી તેમજ દૂધ ઉત્પાદકોને થશે. ખાસ સાધારણ સભા મુલતવી રાખવા જેવા નિર્ણય જોતાં લાગે છે કે ઉત્પાદકોનું ભવિષ્ય અંધકારમય બની જશે. સાથે સાથે અમૂલે ૭૫ વર્ષની લાંબી યશસ્વી મજલ થકી ડેરી ઉધોગમાં ઉચ્ચ વિકાસ, ગુણવત્તા તથા ઉત્પાદનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે,જે હાલ ખરાબ થઈ રહેલ છે.
આ પણ વાંચો : Jamnagar: પરણિત મહિલાને સરા જાહેર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી