Kapadvanj Election Result 2022 LIVE Updates : કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપના રાજેશકુમાર ઝાલાની જીત, કોંગ્રેસના કાળુ ડાભીની હાર

|

Dec 08, 2022 | 7:08 PM

Kapadvanj MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati : 2017માં ભાજપે બિમલ શાહને ટિકિટ ન આપી અને ગુસ્સામાં બિમલ શાહ અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા અને ભાજપને તેનો ભોગ બનવું પડ્યું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફરી એકવાર જીત મેળવી હતી. કપડવંજ બેઠક પરથી કોંગ્રેસના કાળુભાઈ ડાભીનો વિજય થયો હતો. કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપના રાજેશકુમાર ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કાળુ ડાભીની હાર થઈ છે.

Kapadvanj Election Result 2022 LIVE Updates : કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપના રાજેશકુમાર ઝાલાની જીત, કોંગ્રેસના કાળુ ડાભીની હાર
Kapadvanj Election Result 2022

Follow us on

ગુજરાતની કપડવંજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપના રાજેશકુમાર ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કાળુ ડાભીની હાર થઈ છે. કપડવંજ બેઠક ઉપરથી ભાજપે રાજેશકુમાર ઝાલાને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-12 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે. તેમજ તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 66,49,600 છે અને જંગમ મિલકત રૂપિયા 22,14,889 છે. હાથ પર રોકડ રકમ કુલ 1,60,000 છે તો કોંગ્રેસે કાળાભાઈ ડાભીને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-8 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 36,45,513 છે અને જંગમ મિલકત રૂપિયા 1,21,54,126.19 છે. હાથ પર રોકડ રકમ કુલ 3,00,000 છે. ત્યારે આમ આદમી પાર્ટીએ મનુભાઈ પટેલને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-8 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 1,75,00,000 છે અને જંગમ મિલકત રૂપિયા 17,50,000 છે. હાથ પર રોકડ રકમ કુલ 2,00,000 છે.

કઈ બેઠક કોની પાસે હતી..?

2017માં ભાજપે બિમલ શાહને ટિકિટ ન આપી અને ગુસ્સામાં બિમલ શાહ અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા અને ભાજપને તેનો ભોગ બનવું પડ્યું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફરી એકવાર જીત મેળવી હતી. કપડવંજ બેઠક પરથી કોંગ્રેસના કાળુભાઈ ડાભીનો વિજય થયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાજકીય સમીકરણ

કપડવંજમાં અત્યાર સુધીમાં 9 વખત ચૂંટણી થઈ છે અને 1990 સુધી આ બેઠક કોંગ્રેસના ખાતામાં હતી. ત્યાર પછી ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. ક્ષત્રિય અને ઓબીસી મતદારોએ આ બેઠક 1995માં ભાજપના ઉમેદવાર મણિભાઈ પટેલે જીતી હતી. આ પછી 1998 અને 2002માં ભાજપમાંથી બે વખત ચૂંટણી જીતીને બિમલ શાહ વિધાનસભા પહોંચ્યા હતા.

કુલ મતદારો

કપડવંજ વિધાનસભા બેઠકનો સમાવેશ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવે છે. આ બેઠકના કુલ મતદારોની વાત કરીએ તો વર્ષ 2017માં કુલ 2,72,685 મતદારો હતા. જેના સરખામણીએ વર્ષ 2022માં કપડવંજ મતદાર ક્ષેત્રમાં કુલ 2,95,584 મતદારો છે. જેમાં 1,50,177 પુરૂષ, 1,45,396 મહિલા અને 11 અન્ય મતદારો છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો

બિમલ શાહ 1999 – 2001 સુધી કેશુભાઈ પટેલની સરકારમાં પરિવહન મંત્રી હતા, પરંતુ 2007માં બિમલ શાહ ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર મણિભાઈ પટેલ ચૂંટણી જીત્યા. તેમણે ભાજપ છોડીને પંજા સાથે હાથ મિલાવ્યા હતા. 2012માં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

2017માં ભાજપે બિમલ શાહને ટિકિટ ન આપી અને ગુસ્સામાં બિમલ શાહ અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા અને ભાજપને તેનો ભોગ બનવું પડ્યું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફરી એકવાર જીત મેળવી હતી. કપડવંજ બેઠક પરથી કોંગ્રેસના કાળુભાઈ ડાભીનો વિજય થયો હતો.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Next Article