કચ્છનું આ વિભાગ કરે છે સરકારની તિજોરી છલોછલ ! આ વર્ષે પણ કરી 230 કરોડની કમાણી !
કચ્છમાં રેતી, કાંકરીથી લઇ લિગ્નાઇટ, સિમેન્ટ ગ્રેડ લાઇમ ,ચાઇનાક્લે તથા બેન્ટોનાઇટ સહિતની ખનીજની કુલ 1000 થી વધુ લીઝો આવેલી છે. જેમાં પશ્ચિમ કચ્છમાં 650 જ્યારે પુર્વ કચ્છમાં અંદાજીત 400 જેટલી મંજુર લીઝો આવેલી છે.
નવા નાણાકીય વર્ષમાં બજેટના આયોજન અંગે સરકાર મંથન કરી રહી છે. સાથે-સાથે વર્ષ દરમ્યાનના નાણીકીય હિસાબ કિતાબમાં સરકારી કચેરીઓ વ્યસ્ત બની છે. બે મહત્વના પોર્ટ,ઉદ્યોગ થતી કચ્છમાં સરકારને કરોડો રૂપીયાની આવક કચ્છમાંથી થાય છે. પરંતુ કચ્છની (Kutch) એક કચેરી વાર્ષીક કરોડો રૂપીયા આપી સરકારી તિજોરીને (Government treasury)છલોછલ કરી નાંખે છે. કચ્છ ખાણખનીજ વિભાગ (Department of Mines and Minerals)દર વર્ષે સરકારની તિજોરીમાં કરોડો રૂપીયાની આવક કરાવે છે. કચ્છમાં વિપુલ ખનીજ સંપદાઓ આવેલી છે. અને તેથી જ લિગ્નાઇટની અનેક ખાણ સાથે કચ્છમાં સિમેન્ટ ઉદ્યોગો પણ સ્થપાયા છે. તો બેન્ટોનાઇટ,ચાઇનાક્લે,બોક્સાઇટ જેવી ખનીજનું ખનન પણ કચ્છમાં થાય છે. ત્યાર ચાલુ નાણાકીય વર્ષમાં પણ કચ્છ ખાણખનીજ વિભાગે અત્યાર સુધી 230 કરોડની કમાણી કરી છે. ભુજ ખાણખનીજ વિભાગના અધિકારી યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે અંદાજ મુજબ નાણાકીય વર્ષના અંતમાં આ આંકડો 300 કરોડ થવાનો અંદાજ છે.
રોયલ્ટીની કરોડોની આવક
કચ્છમાં રેતી, કાંકરીથી લઇ લિગ્નાઇટ, સિમેન્ટ ગ્રેડ લાઇમ ,ચાઇનાક્લે તથા બેન્ટોનાઇટ સહિતની ખનીજની કુલ 1000 થી વધુ લીઝો આવેલી છે. જેમાં પશ્ચિમ કચ્છમાં 650 જ્યારે પુર્વ કચ્છમાં અંદાજીત 400 જેટલી મંજુર લીઝો આવેલી છે. જેના ચાલુ વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છ-ભુજ વિભાગને 190 કરોડની આવક થઇ છે. જ્યારે પુર્વ કચ્છ ખાણખનીજ વિભાગને 32 કરોડની આવક થઇ છે.
11 કરોડની ખનીજ ચોરીમાં આવક
કચ્છમાં કાયદેસર ખનનની સાથે ગેરકાયદેસર ખનન પ્રવૃતિના કિસ્સાઓ પણ મોટીમાત્રામાં બને છે. તેમાંથી પણ સરકારને દંડ પેટે ખાણખનીજ વિભાગ કરોડો રૂપિયા કમાવી આપે છે. ચાલુ વર્ષે પુર્વ અને પશ્ચિમ કચ્છ વિભાગમાં 540 જેટલા ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનના મામલા સામે આવ્યા છે. જેમાં પશ્ચિમ કચ્છમાં 250 કેસમાં 5 કરોડ જેટલી દંડથી આવક થઇ છે. 2 કરોડની આવક ફ્લાઇંગ સ્કોડની ચેકીંગ દરમ્યાન સામે આવી છે. તો પુર્વ કચ્છમાં 296 મામલામાં 6.26 કરોડની આવક થઇ હોવાનું પુર્વ કચ્છ ખાણખનીજ વિભાગના આસિટન્ટ જીયોલોજીસ્ટ પ્રણવસિંહે જણાવ્યું હતું.
ગત વર્ષ કરતા આવકમાં વધારો
કોરોના માહામારીને કારણે ખાણખનીજ વિભાગની તિજોરી પર પણ અસર પહોંચી હતી. જોકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગેરકાયદેસર ખનીજ સાથે રોયલ્ટીની આવકમાં પણ વધારો થયો છે. ગયા વર્ષ કરતા પશ્ચિમ કચ્છ ભુજ વિભાગે 22 કરોડની વધુ આવક મેળવી છે. તો પુર્વ કચ્છ વિભાગે જ્યા ગત વર્ષે 199 કિસ્સામાં 3.17 કરોડની આવત કરી હતી. તે ચાલુ નાણાંકીય વર્ષમાં 296 કિસ્સામાં 6.26 કરોડ પર પહોંચી છે. ગત વર્ષે ખાણખનીજ વિભાગ ભુજે 178 કરોડની આવક કરી હતી.
કચ્છમાં દર વર્ષે ખાણખનીજ વિભાગની આવક વધી રહી છે. હજુ પણ 65 જેટલી બ્લેકટ્રેપ, ચાઇનાક્લે અને રેતીની માઇન ઓક્સન માટે મંજુર થશે તો આવક વધશે સાથે કચ્છમાં ફ્લાઇગ સ્કોડ તથા ખાણખનીજ વિભાગમાં પુરતો સ્ટાફ ન હોવાથી ગેરકાયેદસર પ્રવૃતિ સંપુર્ણ ડામી શકાઇ નથી નહી તો સરકારને વધુ આવક થાય તેમ છે. ગુજરાતમાં અનેક સ્થળો પણ વિપુલમાત્રામાં ખનીજ આવેલું છે. પરંતુ સરકારી તિજોરીમાં સૌથી વધુ આવક આપવામાં કચ્છ ખાણખનીજ વિભાગ નંબર-1 પર છે.
આ પણ વાંચો : Surat : પાંડેસરામાં પણ 1200 લોકોના મકાન સામે સંકટ, જબરદસ્તીથી રીડેવલપમેન્ટ કરવા માટે મજબૂર કરાતા હોવાનો આક્ષેપ