‘લમ્પી’ થી કચ્છમાં હાહાકાર, ઔદ્યોગિક એસોશિયેશન અને દાતાઓએ ગૌમાતાની સેવાનુ બીડૂ ઝડપ્યું

|

Aug 09, 2022 | 7:26 AM

ફોકીઆના સભ્ય એકમોએ 1 લાખ 60 હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ(Vaccine Dose)  ખરીદી નાયબ પશુપાલન વિભાગને આપ્યા છે

લમ્પી થી કચ્છમાં હાહાકાર, ઔદ્યોગિક એસોશિયેશન અને દાતાઓએ ગૌમાતાની સેવાનુ બીડૂ ઝડપ્યું
Vaccination

Follow us on

લમ્પી વાયરસનો (Lumpy Virus) કહેર સમગ્ર ગુજરાતમાં વધી રહ્યો છે. એક તરફ સરકારની (gujarat govt) કામગીરીના દાવા વચ્ચે કોગ્રેસ વિરોધ કરી રહી છે ત્યાં બીજી તરફ સામાજીક સંસ્થાઓ અને ગૌ સેવકો પણ ગાયની સારવાર અને સેવા માટે મેદાને ઉતર્યા છે, ત્યારે કચ્છમાં (lumpy virus kutch) વધી રહેલા કેસોમાં તંત્રની સાથે હવે દાતાઓ અને ઉદ્યોગો  પણ આગળ આવ્યા છે. જેઓ સારવાર માટે સેન્ટરો ઉભા કરવા સાથે વેક્સિનનો જથ્થો આપી તંત્રને મદદરૂપ થઇ રહ્યા છે. કચ્છમાં વિવિધ સામાજીક સંસ્થાઓએ હાલ અસરગ્રસ્ત ગાયોની સેવા માટે બીડુ ઝડપ્યુ છે.

સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્ત ગાયોની વ્હારે

ફોકીઆના (Fedration of kutch industries associtation) સભ્ય એકમોએ 1 લાખ 60 હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ(Vaccine Dose)  ખરીદી નાયબ પશુપાલન વિભાગને આપ્યા છે. લમ્પી સ્કિન ડિસીઝ ના લીધે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં હજારો પશુઓ મોતને ભટ્યા છે. તો બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનથી (viral infection) થતા મૃત્યુને કારણે પશુપાલકોમાં  ભય ફેલાય રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. અને નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ ફોકીઆના MD નિમિષ ફડકેને અપીલ કરી હતી.જેથી ફોકીઆના સભ્ય એકમો જેવાકે, અદાણી ફાઉન્ડેશન, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી., આર્ચીયન ફાઉન્ડેશન, આશાપુરા ફાઉન્ડેશન, ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિ, ગેલેન્ટ મેટલ લિ., જિંદાલ સો લિમિટેડ, માન ઇન્ડસ્ટ્રીઝ, સુમિટોમો કેમિકલ્સ ઈન્ડિયા પ્રા. લિ., ટાટા પાવર (CGPL), પીસીબીએલ લિમિટેડ અને વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી વેક્સિન ડોઝ આપવામાં આવ્યા.

દાતાઓના સહયોગથી આઇસોલેશન હોસ્પિટલ ઉભી કરાઈ

કચ્છમાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસના (Lumpy virus Case) નિયંત્રણ માટે રાજય સરકાર સક્રિયતાથી અસરકારક કામગીરી થઇ રહી છે. ત્યારે આ કાર્યમાં સામાજિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મંડળો, સ્વયંસેવકો વગેરે જોડાઇને રોગગ્રસ્ત ગાયો અને નંદીઓની સેવા કરી રહ્યા છે. માધાપર ખાતે પશુઓની સારવાર અને દેખભાળ માટે દાતાઓ, પંચાયત અને ભુજ પાલિકાની સાધનીક મદદ અને સરકારના મેડીકલ સહયોગથી અલાયદી આઇસોલેશન હોસ્પિટલ (isolation hospital) ઉભી કરવામાં આવી છે. જયાં રખડતા લમ્પીગ્રસ્ત પશુઓને લાવીને સ્વયંસેવકો દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા અવિરત સેવાયજ્ઞ

તો બીજી તરફ અંજાર તાલુકાના (Anjar) ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તાર, આદિપુર, ગાંધીધામ શહેરી વિસ્તાર, તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ કચ્છ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો જેવા કે, કાળી તલાવડી, નાગોર, રાયણધપર, પુરાસર, ત્રાંબાઉ, પદ્ધર, લાખોંદ,કોટાઇ, માથક, તુણા, ચંદીયા, દુધઇ ટેકરી, ભચાઉ, ચાંદરાણી, કોટડા, સીનુગ્રા સહિતના અનેક વિસ્તારોમાં દરરોજ 200 લીટર ઉકાળો,200 લીટર ગોળ-વરિયાણીનું પાણી, ઔષધીયુક્ત લાડવા, આયુર્વેદીક તેમજ એલોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ સંસ્થા દ્રારા કરવામાં આવે છે.સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા અંજાર શહેરમાં રખડતી ગાયો તેમજ પશુઓને (cattle) સારવાર, નિદાન તેમજ સારસંભાળ રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં અંજાર વહિવટી તંત્ર દ્વારા વીડી ચાર રસ્તા પાસે હંગામી પશુ દવાખાનું ઉભુ કરેલ છે.

Next Article