પ્રીમિયમ કારની કિંમતે વેચાઈ કચ્છની આ લાખેણી ભેંસ, કિંમત જાણશો તો ચોંકી જશો- Video
કચ્છમાં એક ખાસ નસ્લની ભેંસ લાખો રૂપિયામાં વેચાઈ છે. હવે તમે કહેશો કે એવી તો ભેંસમાં શું ખાસિયત છે કે તે કોઈ પ્રિમીયમ કાર કરતા પણ મોંઘી છે. તેના માટે વાંચો આ અહેવાલ અને જાણો કે આ ભેંસ કેમ છે ખાસ
કચ્છની આ કાર કરતાં પણ મોંઘી ભેંસ, કરોડોનો ફાયદો કરાવશે. દ્રશ્યોમાં દેખાતી આ ભેંસ લાખોની ભેંસ છે. કારણ કે સામાન્ય પ્રીમિયમ કાર કરતાં પણ આ ભેંસ મોંઘી છે જેની કિંમત 14,01,000 રૂપિયા છે. કારણ કે આ ભેંસ અસલ બન્ની નસલની હોવાનો દાવો છે. કચ્છની અસલ બન્ની નસલની ભેંસ કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશના માલદારી વર્ગમાં માનીતી છે કારણ કે બન્ની નસલની ભેંસ તેના રંગ, રૂપ અને તંદુરસ્તી માટે વખણાય છે. જેને લઈને હવે અસલ બન્ની નસલની લાડકી નામની ભેંસ 14,01,000 રૂપિયામાં વેચાય છે. આટલી ઊંચી રકમમાં ભેંસ વેચાઈ હોય એ ના માત્ર કચ્છ પરંતુ ગુજરાતની પ્રથમ ઘટના છે.
ભુજ તાલુકાના શેરવા ગામના માલદારી શેરમામદ ભલુએ આ ભેંસ ખરીદી છે. ભેંસોની અસલ નસલ જાણવામાં નીપુણ માલદારીએ બન્નેની જાતવાળા ભેંસ લખપતના સનાદ્રો ગામના માલદારી ગાજી હાજી આલાદાદ પાસેથી ₹14 લાખથી પણ વધુમાં ખરીદી છે.
ભેંસની ખાસિયત અંગે જણાવતા કહે છે કે આ અસલ નસલની ભેંસ છે. તેને ઠંડી ન નડે, ગરમી ન નડે અને બારે માસ દૂધ આપે છે. ઠંડી, ગરમી અને વરસાદ જેવા વાતાવરણની દરેક પરિસ્થિતિમાં સાનુકુળ રીતે રહી શકે છે. તેના દૂધ ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી.
સામાન્ય રીતે આ ભેંસ 10 થી 11 મહિના દૂધ આપે છે. દરરોજ 20 થી 22 લિટર દૂધ આપે છે. અસલ બન્ની નસલની ભેંસોનો રંગ એક સરખો કાળો છે. જ્યારે શિંગડા ચુડકાંડી છે. ભેંસના જ્યારે બચ્ચા પાડી અથવા પાડો જન્મે તો તે પણ ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. બન્ની નસલની ભેંસોમાં તે ખુબ આકર્ષક દેખાય છે. શરીરે તંદુરસ્ત અને સોહામણી દેખાય છે. જેને કારણે આ ભેંસ વસાવવી તે સોના ખરીદવા સમાન બની રહે છે. આમ તો કચ્છ વિસ્તારમાં 5 થી 7 લાખ સુધીની ભેંસના વેચાણના સોદા થતા રહે છે. પરંતુ અસલ બન્ની નસલની ભેંસ માટે 14 લાખ જેટલી મોટી રકમનો સોદો થયો તે આ પ્રથમ ઘટના છે.