સુરતના કાપોદ્રા વિસ્તારમાં નેપાળી યુવતીની હત્યા મામલે મોટો ખુલાસો, પ્રોપટીની બબાલમાં પતિએ જ પતાવી દીધી

યુવાને ગામની 40 લાખની જમીન વેચી હતી, તેના રૂપિયા આવ્યા હતા અને તેને લઈને ઘણા સમયથી બંને વચ્ચે બબાલ ચાલી રહી હતી ત્યારે ઝઘડાથી કંટાળેલો યુવક બપોરના સમયે હત્યા કરી દુકાને ભાગી ગયો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં નેપાળી યુવતીની હત્યા મામલે મોટો ખુલાસો, પ્રોપટીની બબાલમાં પતિએ જ પતાવી દીધી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નેપાળી યુવતીને પ્રોપટીની બબાલમાં પતિએ જ પતાવી દીધી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 16, 2022 | 3:12 PM

સુરત (Surat) માં શહેરના કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લીવ ઈનમાં રહેતી નેપાળી મહિલા (Women) ની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા (murder) કરેલી લાશ આજે બપોરે મળી આવી હતી. આ મહિલા એક યુવક સાથે લીવઇનમાં રહેતી હતી. યુવાને બપોરે મહિલાએ ફોન કર્યો હતો પણ તેણે ફોન નહીં ઉંચકતા પાડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે મહિલાની લાશ પાસે એક વર્ષની બાળકી બેસેલી હતી.

મહેસાણાનો વતની પ્રકાશ રણછોડભાઈ પટેલ બે વર્ષથી મૂળ નેપાળની સ્નેહલતા સાથે લીવ ઈન રીલેશનશીપમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટી મકાન નં.158 ના પહેલા માળે તેમની એક વર્ષની પુત્રી સાથે રહે છે. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ સવારે ટિફિન લઈ જતો હતો અને બપોરે સ્નેહલતા સાથે વિડીયો કોલ પર વાત કરતો હતો. આજે બપોરે સ્નેહલતાનો ફોન નહીં આવતા તેણે ફોન કર્યો હતો. પણ ફોન નહીં ઉંચકતા તેણે પાડોશીને જાણ કરતા તે ઘરે ગયો ત્યારે બહારથી દરવાજાને આગળો માર્યો હતો. આગળો ખોલી તે ઘરમાં ગયો તો રસોડામાં સ્નેહલતાની લાશ લોહીના ખાબોચીયામાં હતી અને નજીકમાં તેની એક વર્ષની પુત્રી લોહીવાળા કપડામાં રમતી હતી.

બનાવની જાણ થતા દોડી ગયેલી કાપોદ્રા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા યુવાનની જ ઉલટતપાસ શરૂ કરી હતી પાડોશીએ તરત પ્રકાશને જાણ કરતા તે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. સ્નેહલતાને ગળા પર છરી ફેરવી હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસને સ્થળ પરથી મળેલા કેટલાક પુરાવાને પગલે પ્રકાશ પર જ શંકા જતા તેને ઉલટતપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જઈ પુછપરછ શરૂ કરી હતી.સ્નહેલતા સાથે લીવ ઇનમાં રહેતા પ્રકાશના પહેલા આશા સાથે લગ્ન થયા હતા અને તેમની 15 વર્ષની પુત્રી પણ હતી. જોકે, તે પુત્રીએ આત્મહત્યા કરી હતી. હાલ ડિંડોલીમાં રહેતી આશા સાથે પ્રકાશના છૂટાછેડા થયા છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સ્નેહલતાને પ્રકાશ સાથેના લીવ ઈન રીલેશન દરમિયાન જન્મેલી પુત્રીની પ્રથમ વર્ષગાંઠ આગામી 19 મી ના રોજ હોય સ્નેહલતાએ તેની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી હતી. તેણે પાડોશીઓને ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો મહત્વનું એ છે કે પતિ ની ઉલટ તપાસ કરતા પતિ પ્રકાશ પડી ભાગ્યો હતો અને પોલીસે સામે તમામ હકીકતો જણાવી હતી જેમાં મૈત્રી કરાર સાથે પત્ની તરીકે કહેવાતાં પતિ એ જ ગળું કાપી હત્યા કરી હોવાનું બહાર આવ્યું ત્યાં પતિ દ્વારા ગામ ની 40 લાખની જમીન વેચી હતી તેના રૂપિયા આવ્યા હતા અને તેને લઈને ઘણા સમયથી બંને વચ્ચે બબાલ ચાલી રહી હતી ત્યારે પતિ કંટાળીને બપોરના સમયે હત્યા કરી દુકાને ભાગી ગયો હતો બાદમાં પાડોશીને કોલ કરતા આખો મામલો બહાર આવ્યો હતો હાલમાં તો કાપોદ્રા પોલીસે આરોપીની અટક કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ  હરિધામ સોખડા વિવાદઃ કલેક્ટર ઓફિસ બહાર જ બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ

આ પણ વાંચોઃ Surat: ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત

g clip-path="url(#clip0_868_265)">